ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચની વચ્ચે બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરના ચાહકો માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે.નેમાર ટૂંક સમયમાં જ ૫મી વખત પિતા બનવા જઈ રહ્યો છે.આ મહત્વપૂર્ણ સમાચાર તેની ગર્લફ્રેન્ડ બ્રુના બિયાનકાર્ડીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક ખાસ વીડિયો અપલોડ કરીને જાહેર કર્યા છે.વર્લ્ડ કપ દરમિયાન બ્રુના પણ નેમારની સાથે જ છે.


યુટ્યુબ વીડિયો દ્વારા આખો પરિવાર આવ્યો સામે

બ્રુનાએ શેર કરેલા આ વીડિયોમાં નેમાર અને બ્રુના ઉપરાંત તેમની બે પુત્રીઓ માવી અને મેલ, તેમજ નેમારનો મોટો પુત્ર ડેવી લુકા પણ જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, નેમારની પુત્રી મેલના જન્મના હજુ એક વર્ષથી પણ ઓછો સમય થયો છે, ત્યાં જ કપલે તેમના ઘરે આવી રહેલા નવા મહેમાનની જાહેરાત કરી દીધી છે. જોકે નેમાર ૫મી વખત પિતા બની રહ્યો છે, પરંતુ બ્રુના સાથે તેનું આ ત્રીજું બાળક હશે. નેમારને બ્રુનાથીનની બે દીકરી છે, જ્યારે અન્ય બે બાળકોમાં મોડેલ અમાન્ડા કિમ્બ્રેલીથી એક દીકરી હેલેના અને પૂર્વ ગર્લફ્રેન્ડથી પુત્ર ડેવી લુકા છે.


ઇજા બાદ મેદાન પર નેમાર ક્યારે વાપસી કરશે?

વ્યક્તિગત જીવનની ખુશીઓ વચ્ચે મેદાન પર નેમાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઇજાના કારણે તે મોરોક્કો સામેની બ્રાઝિલની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. અહેવાલો અનુસાર, નેમાર ચાલુ વર્લ્ડ કપમાં બ્રાઝિલની ત્રીજી મેચ દ્વારા મેદાન પર વાપસી કરી શકે છે. સતત ઇજાઓથી પરેશાન હોવાને કારણે ૨૦૨૬ નો આ ફિફા વર્લ્ડ કપ નેમારની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેવામાં ફેન્સ આશા રાખી રહ્યા છે કે પિતા બનવાના આ ગુડ ન્યૂઝ નેમારને મેદાન પર શાનદાર પ્રદર્શન કરવા માટે નવી ઉર્જા આપશે.

આ પણ વાંચો - FIFA World Cup 2026 : સ્પેન સાથે કેપ વર્ડેની મેચ ડ્રો, ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ સર્જાયો મોટો ઉલટફેર

  • Follow us on: