ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના મુકાબલાઓ ભારે રોમાંચક વળાંક લઈ રહ્યા છે. ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ક્રોએશિયા સામે ૪-૨થી જીત મેળવીને ગ્રુપ L અભિયાનની શરૂઆત કરી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે અગાઉના વર્લ્ડકપનો ક્રોએશિયા સામે બદલો લીધો. આ બંને ટીમો 2018 માં સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ હતી, જેમાં ક્રોએશિયા જીત્યું હતું. પરંતુ આ વર્ષે ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં ભારે જુસ્સો જોવા મળ્યો. ઇંગ્લેન્ડે 18 જૂનના રોજ રમાયેલ પહેલી જ મેચમાં ક્રોએશિયાને મોટી પછડાટ આપી વર્લ્ડકપમાં વિજયનો આરંભ કર્યો.


હેરી કેનનો કમાલ, ઇંગ્લેન્ડે ક્રોએશિયાને ૪-૨થી હરાવ્યું

ઇંગ્લેન્ડની આ જીતનો હિરો હેરી કેનના 2 ગોલ છે. ક્રોએશિયા સામેની મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને શાનદાર પ્રદર્શન કરી ફક્ત મેચ નહીં લોકોના દિલ પણ જીતી લીધા. આ મેચમાં હેરી કેને બે ગોલ કર્યા, જ્યારે જુડ બેલિંગહામ અને સબસ્ટિટ્યુટ માર્કસ રાશફોર્ડે એક-એક ગોલ કર્યો. મેચની શરૂઆતથી જ બંને ટીમો આક્રમક રીતે રમી. મેચ શરૂ થઈ ત્યારે ક્રોએશિયા ઈંગ્લેન્ડ પર વધુ દબાણ કરતું જોવા મળ્યું હતું, પરંતુ ઈંગ્લેન્ડે વળતો જવાબ આપતા મેચમાં વાપસી કરી અને વિજેતા બની.

ફિફા વર્લ્ડકપમાં હેરી કેને કર્યો રેકોર્ડ

કેપ્ટન હેરી કેને ક્રોએશિયા સામે ૨ ગોલ ફટકારીને ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ૧૦ ગોલ કરવાના ગેરી લિનેકર (૧૯૮૬ અને ૧૯૯૦)ના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સાથે તેના ઇન્ટરનેશનલ ગોલની સંખ્યા ૮૧ પર પહોંચી ગઈ છે. ૩૨ વર્ષીય હેરી કેને ૧૨મી મિનિટે પહેલો ગોલ પેનલ્ટી દ્વારા કર્યો હતો. જોકે તેનો પહેલો શૉટ ક્રોએશિયાના ગોલકીપર ડોમિનિક લિકોવિચે બ્લોક કર્યો હતો, પરંતુ વિડીયો રિવ્યુ (VAR) માં સામે આવ્યું કે કીક વખતે કીપરના બંને પગ લાઇનથી દૂર હતા. જેથી ફરી મળેલી તક પર કેને શાનદાર ગોલ કર્યો.

ઇંગ્લેન્ડ વિ. ક્રોએશિયા મેચની હાઈલાઈટ

પ્રથમ હાફમાં ક્રોએશિયાના માર્ટિન બાટુરિના (૩૬મી મિનિટ) અને પીટર મોસેસે (ઇન્જરી ટાઇમ) ગોલ કરીને સ્કોર ૨-૨ ની બરાબરી પર રાખ્યો હતો. પરંતુ બીજા હાફની શરૂઆતમાં જ જુડ બેલિંગહામે (૪૭મી મિનિટ) એલિયટ એન્ડરસનના પાસ પર શાનદાર ગોલ કરીને ઇંગ્લેન્ડને લીડ અપાવી. અંતે ૮૫મી મિનિટે માર્કસ રાશફોર્ડે ગોલ કરીને ઇંગ્લેન્ડની ૪-૨થી જીત પાકી કરી દીધી.

કેને 12મી મિનિટે પેનલ્ટીમાં રૂપાંતર કર્યું અને પછી 42મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. માર્ટિન બાટુરિના (36મી મિનિટ) અને પીટર મોસેસે પ્રથમ હાફમાં ગોલ કરીને ક્રોએશિયાને મેચમાં જાળવી રાખ્યું. મોસેસે પ્રથમ હાફના ઇન્જરી ટાઇમની અંતિમ મિનિટોમાં પોતાનો ગોલ કર્યો. પરંતુ જુડ બેલિંગહામ (47મી મિનિટ) એ બીજા હાફની માત્ર બે મિનિટમાં ઇંગ્લેન્ડને નિર્ણાયક લીડ અપાવી. માર્કસ રાશફોર્ડે 85મી મિનિટે લીડને વધુ મજબૂત બનાવી.


આ પણ વાંચો : lionel Messiએ ફિફા વર્લ્ડ કપમાં રચાયો ઇતિહાસ,આવું કરનાર વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો

  • Follow us on: