ફિફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સનાસુપરસ્ટાર કાયલિયન એમબાપ્પે સહિતના દિગ્ગજ ખેલાડીઓની શાનદાર લાઇનઅપ જોવા મળી રહી છે. ફ્રાન્સે સેનેગલ સામે જીત મેળવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. મજબૂત ફ્રેન્ચ ટીમે બીજા હાફમાં અદભુત પ્રભુત્વ જમાવતા સેનેગલને 3-1થી માત આપી હતી. આ મેચના અસલી હીરો કાયલિયન એમબાપ્પે રહ્યા હતા, જેમણે બે શાનદાર ગોલ કરીને ફ્રાન્સની જીત સુનિશ્ચિત કરી હતી.
પ્રથમ હાફમાં સેનેગલએ ટક્કર આપી
રોમાંચક મેચમાં ફ્રાન્સે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી, પરંતુ સેનેગલના મજબૂત ડિફેન્સ સામે તેઓ પ્રથમ હાફમાં એક પણ ગોલ કરી શક્યા નહોતા. સેનેગલે ખૂબ જ રક્ષણાત્મક અને વ્યૂહાત્મક રમત રમી હતી.નિકોલસ જેક્સનનો એક શક્તિશાળી શોટ સીધો ગોલ પોસ્ટ સાથે અથડાયો હતો. ઇસ્માઇલા સર પણ એક નજીકની તકને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો.
બીજા હાફમાં એમબાપ્પેનીએ કર્યો કમાલ
બીજા હાફમાં ફ્રેન્ચ ટીમે પોતાની રણનીતિ બદલી અને રમતની ગતિ વધારી દીધી. પરિણામે મેચની 66મી મિનિટે કાયલિયન એમબાપ્પેએ શાનદાર ગોલ કરીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી દીધી હતી.ત્યારબાદ 80મી મિનિટે મેદાન પર આવેલા યુવા ખેલાડી બાર્કોલાએ મેદાન પર આવતાની સાથે જ જાદુ વેર્યો હતો. તેણે 82મી મિનિટે શાનદાર ગોલ કરીને ફ્રાન્સની લીડ 2-0 કરી દીધી, જેનાથી સેનેગલના ગોલકીપર એડવર્ડ મેન્ડી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
સેનેગલને કાઉન્ટર કરવાની તક મળી નહીં.
ઇન્જરી ટાઇમમાં, સેનેગલના ઇબ્રાહિમ મ્બાયેએ 90મી મિનિટે ગોલ કરીને ટીમની ખાધ 2-1 કરી દીધી. જોકે, બીજી જ મિનિટે, કાયલિયન મ્બાપ્પેએ ફ્રાન્સનો ત્રીજો, તેનો બીજો ગોલ કરીને ફ્રાન્સને 3-1થી શાનદાર વિજય અપાવ્યો. આ મેચમાં બે ગોલ સાથે, કાયલિયન મ્બાપ્પેએ લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધો. મ્બાપ્પે હવે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં 14 ગોલ કર્યા છે. ફક્ત બ્રાઝિલના રોનાલ્ડો (15) અને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝ (16) તેમનાથી આગળ છે. કાયલિયન આ ટુર્નામેન્ટમાં આ બંને દિગ્ગજોને પાછળ છોડી શક્યો.
આ પણ વાંચો - lionel Messiએ ફિફા વર્લ્ડ કપમાં રચાયો ઇતિહાસ,આવું કરનાર વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો