ફિફા વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.રાઉન્ડ ઓફ 32નોકઆઉટ મેચોના સમાપન સાથે અંતિમ 16 અથવા રાઉન્ડ ઓફ 16 માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે.ટુર્નામેન્ટ 48 ટીમોથી શરૂ થઈ હતી.અને અત્યાર સુધીમાં 32 ટીમો બહાર થઈ ગઈ છે.ટુર્નામેન્ટના આ રોમાંચક તબક્કામાં કુલ 16 ઉત્કૃષ્ટ ટીમોએ પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.જે પ્રી-ક્વાર્ટર ફાઇનલ જેવું હશે.હાર ટ્રોફી જીતવાનું કોઈપણ સ્વપ્ન ચકનાચૂર કરી દેશે.
કઈ ટીમ રાઉન્ડ ઓફ 16માં પહોંચી?
2026ના ફિફા વર્લ્ડકપ માટે રાઉન્ડ ઓફ 16માં પહોંચનારી ટીમોમાં કેનેડા,મોરોક્કો,પેરાગ્વે,ફ્રાન્સ,બ્રાઝિલ,નોર્વે,મેક્સિકો,ઈંગ્લેન્ડ,યુનાઇટેડ સ્ટેટ્સ,સ્પેન,પોર્ટુગલ,બેલ્જિયમ,સ્વિટ્ઝર્લૅન્ડ,ઇજિપ્ત,કોલંબિયા અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે.આ 16 ટીમોમાંથી આઠ ટીમો હવે ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે.આનો અર્થ એ થયો કે આ રાઉન્ડ પછી વધુ આઠ ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
https://x.com/FIFAWorldCup/status/2073248309209072062?s=20
તમારી મનપસંદ ટીમ ક્યારે અને કોની સામે ટકરાશે?
| નંબર | ટીમ | તારીખ | સમય |
| 1 | કેનેડા vs મોરોક્કો | 4 જુલાઈ | 10:30 PM |
| 2 | પેરાગ્વે vs ફ્રાન્સ | 5 જુલાઈ | 2:30 AM |
| 3 | બ્રાઝિલ vs નોર્વે | 6 જુલાઈ | 1:30 AM |
| 4 | મેક્સિકો vs ઇંગ્લેન્ડ | 6 જુલાઈ | 5:30 AM |
| 5 | પોર્ટુગલ vs સ્પેન | 7 જુલાઈ | 12:30 AM |
| 6 | યુએસએ vs બેલ્જિયમ | 7 જુલાઈ | 5:30 AM |
| 7 | આર્જેન્ટિના vs ઇજિપ્ત | 7 જુલાઈ | 9:30 PM |
| 8 | સ્વિટ્ઝર્લૅન્ડ vs કોલંબિયા | 8જુલાઈ | 1:30 AM |
રાઉન્ડ ઓફ 16માં રોમાંચક મુકાબલો
પોર્ટુગલ વિરુદ્ધ સ્પેન: યુરોપિયન ફૂટબોલના બે સૌથી મોટા દિગ્ગજો વચ્ચેનો આ મુકાબલો આ સિઝનનો સૌથી મોટો માનવામાં આવે છે.
આર્જેન્ટિના વિરુદ્ધ ઇજિપ્ત: લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાનો મુકાબલો મોહમ્મદ સલાહની ગતિશીલ ઇજિપ્ત ટીમ સામે થશે, જે ચાહકો માટે એક સ્વપ્ન સમાન મેચ છે.
બ્રાઝિલ વિરુદ્ધ નોર્વે: વિનિસિયસ જુનિયરની બ્રાઝિલિયન ટીમ એર્લિંગ હાલેન્ડની નોર્વે સામે ટકરાશે.
આ પણ વાંચો - Fifa World Cup 2026 : કોલંબિયાએ ઘાનાને 1-0 થી હરાવ્યું, રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું