ફિફા વર્લ્ડ કપ 2026નો ગ્રુપ સ્ટેજ પૂર્ણ થઈ ગયો છે, અને તેની સાથે, નોકઆઉટ સ્ટેજ, રાઉન્ડ ઓફ 32નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ટુર્નામેન્ટનો ઉત્સાહ ફક્ત વધવાનો છે, કારણ કે અહીં એક ભૂલ કોઈપણ ટીમના વર્લ્ડ કપ જીતવાના સ્વપ્નને ચકનાચૂર કરી શકે છે. આ રાઉન્ડમાં કુલ 16 મેચ રમાશે, અને આ 16 મેચના વિજેતાઓ તેમના આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. આનો અર્થ એ છે કે આ રાઉન્ડમાં 16 ટીમોના સપના ચકનાચૂર થઈ જશે.
રાઉન્ડ ઓફ 32માટે ક્વોલિફાય થનારી ટીમો
ગ્રુપ A: મેક્સિકો, દક્ષિણ આફ્રિકા
ગ્રુપ B: સ્વિટ્ઝર્લૅન્ડ, કેનેડા, બોસ્નિયા અને હર્ઝેગોવિના
ગ્રુપ C: બ્રાઝિલ, મોરોક્કો
ગ્રુપ D: યુએસએ, ઓસ્ટ્રેલિયા, પેરાગ્વે
ગ્રુપ E: જર્મની, આઇવરી કોસ્ટ, ઇક્વાડોર
ગ્રુપ F: નેધરલેન્ડ્સ, જાપાન, સ્વીડન
ગ્રુપ G: બેલ્જિયમ, ઇજિપ્ત
ગ્રુપ H: સ્પેન, કેપ વર્ડે
ગ્રુપ I: ફ્રાન્સ, નોર્વે, સેનેગલ
ગ્રુપ J: આર્જેન્ટિના, ઑસ્ટ્રિયા, અલ્જેરિયા
ગ્રુપ K: કોલંબિયા, પોર્ટુગલ, ડીઆર કોંગો
ગ્રુપ L: ઇંગ્લેન્ડ, ઘાના, ક્રોએશિયા
રાઉન્ડ ઓફ 32 શેડ્યૂલ
29 જૂન -સોમવાર
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેનેડા (12:30AM)
બ્રાઝિલ વિરુદ્ધ જાપાન (10:30PM)
30 જૂન -મંગળવાર
જર્મની અને પેરાગ્વે (બોસ્ટન, 2:00AM)
નેધરલેન્ડ અને મોરોક્કો (6:30AM)
આઇવરી કોસ્ટ વિરુદ્ધ નોર્વે (10:30PM)
1 જુલાઈ -બુધવાર
ફ્રાન્સ અને સ્વીડન (2:30AM)
મેક્સિકો અને ઇક્વાડોર (6:30AM)
ઇંગ્લેન્ડ અને ડીઆર કોંગો (9:30 PM)
2 જુલાઈ -ગુરુવાર
બેલ્જિયમ અનેસેનેગલ (1:30AM)
યુએસએ અને બોસ્નિયા અને હર્ઝેગોવિના (5:30AM)
30 જુલાઈ -શુક્રવાર
સ્પેન અનેઑસ્ટ્રિયા (12:30 AM)
પોર્ટુગલ અને ક્રોએશિયા (4:30 AM)
સ્વિટ્ઝર્લેન્ડ અને અલ્જીરિયા ( 8:30 am)
ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત (11:30 am)
4જુલાઈ -શનિવાર
આર્જેન્ટિના અને કેપ વર્ડે ( 3:30 am)
કોલંબિયા અને ઘાના (7:00am)
ગ્રુપ સ્ટેજમાં કોણે પ્રભુત્વ જમાવ્યું?
આ ગ્રુપ સ્ટેજમાં, હેવીવેઇટ ફ્રાન્સ, વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના અને યજમાન મેક્સિકો એકમાત્ર એવી ટીમો હતી જે નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશી હતી અને તેમના બધા ગ્રુપ મેચ જીતીને સંપૂર્ણ રેકોર્ડ બનાવ્યા હતા. ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ ગ્રુપ H માં થયો હતો, જ્યાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયો હતો. આ ગ્રુપમાંથી, સ્પેન સાથે વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહેલા નાના દેશ કેપ વર્ડેએ નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો હતો.
આ પણ વાંચો - FIFA World Cup : કેપ વર્ડે રચ્યો ઇતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો