ફિફા વર્લ્ડ કપ 2026હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. મેદાન પર ટીમો વચ્ચેની ટક્કરની સાથે-સાથે ખેલાડીઓ વચ્ચે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારને મળતા પ્રતિષ્ઠિત ગોલ્ડન બૂટ'એવોર્ડ માટેની જંગ પણ જબરદસ્ત રસપ્રદ બની ગઈ છે. નોર્વેના યુવા સુપરસ્ટાર એર્લિંગ હાલેન્ડે બ્રાઝિલ સામે બે શાનદાર ગોલ કરીને ફૂટબોલ જગતના બે મહાન દિગ્ગજો—લિયોનલ મેસ્સી અને કિલિયન એમ્બાપ્પેની ઊંઘ ઉડાવી દીધી છે.

હાલેન્ડે બે શાનદાર ગોલ કર્યા

મેચ દરમિયાન નોર્વે તરફથી હાલેન્ડે 79મી અને 90મી મિનિટે બે શાનદાર ગોલ કરીને આખી મેચ પલટી નાખી હતી.આ બે ગોલ સાથે હાલેન્ડના ટૂર્નામેન્ટમાં કુલ 7ગોલ થઈ ગયા છે, જેની સાથે જ તે ગોલ્ડન બૂટની રેસમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે અને આર્જેન્ટિનાના લિયોનલ મેસીની બરાબરી પર આવી ગયો છે.

ગોલ્ડન બૂટની રેસમાં કોણ આગળ 

કિલિયન એમ્બાપ્પે: 7ગોલ અને 2 આસિસ્ટ સાથે રેસમાં સૌથી આગળ છે.

લિયોનલ મેસી: 7ગોલ અને આસિસ્ટ સાથે બીજા સ્થાને છે, કારણ કે તેણે હાલેન્ડ કરતાં ઓછા સમયમાં આ ગોલ કર્યા છે.

એર્લિંગ હાલેન્ડ: 7 ગોલ સાથે ત્રીજા સ્થાને રહીને મેસી-એમ્બાપ્પેને જોરદાર ટક્કર આપી રહ્યો છે.

હેરી કેન: ઇંગ્લેન્ડનો આ ખેલાડી 5ગોલ સાથે ચોથા સ્થાને છે. 

બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી નેમારની નિવૃત્તિ

નોર્વે સામેની આ હાર બ્રાઝિલ માટે બેવડો આઘાત લઈને આવી છે. મેચ ગુમાવવાની સાથે જ બ્રાઝિલના મહાન ખેલાડી નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. નોર્વે સામે એક્સ્ટ્રા ટાઇમની 10મી મિનિટે પેનલ્ટી દ્વારા બ્રાઝિલનો એકમાત્ર ગોલ નેમારે કર્યો હતો. આ ગોલ સાથે નેમારે બ્રાઝિલ માટે 130 મેચમાં 80 ગોલ અને 59 આસિસ્ટનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે બ્રાઝિલના મહાન જાદુગર પેલે કરતાં 3ગોલ વધુ કર્યા છે. નેમારની વિદાયથી વિશ્વભરના ફૂટબોલ ચાહકો ભાવુક બન્યા છે.

આ પણ વાંચો - Women T20 World Cup Final: ઇંગ્લેન્ડને હરાવી સાતમી વખત ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા