ફિફા વર્લ્ડ કપ 2026 યુનાઇટેડ સ્ટેટ્સ,મેક્સિકો અને કેનેડાની શાનદાર શરૂઆત થઈ ગઈ છે.ફેન્સ ફૂટબોલનો ઉત્સાહ જોઈ રહ્યા છે.જોકે તેની સાથે કેટલાક વિવાદો પણ સામે આવ્યા છે.યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને વિઝા અને ખેલાડીઓની શોધને લગતા મુદ્દાઓ ઉભા થયા છે.આ બધા વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની છે. ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડીઓ જેઓ તેમની વર્લ્ડ કપ મેચો માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં હતા તેમના જૂતા અને મેચ બોલ ચોરાઈ ગયા છે.
ફ્લોરિડાથી કેન્સાસ સિટી જતા સમયે થઈ ચોરી
મીડિયા રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં ઇંગ્લેન્ડની ટીમ ફ્લોરિડામાં કેમ્પિંગ કરી રહી હતી.કેમ્પ પૂર્ણ કર્યા પછી ટીમ ફ્લોરિડાથી કેન્સાસ સિટીના સ્વૂપ સોકર વિલેજ બેઝ કેમ્પ માટે રવાના થઈ.જોકે ખેલાડીઓ કોઈપણ સમસ્યા વિના પહોંચ્યા ત્યારે ચોરોએ તેમનો સામાન લઈ જતા વાહનને નિશાન બનાવ્યું.ત્યારે આ મામલે કેન્સાસ સિટી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અનેક ધરપકડો કરી.કેન્સાસ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે, અને અત્યાર સુધીમાં બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.ઇંગ્લિશ ફૂટબોલનું સંચાલન કરતી સંસ્થા ફૂટબોલ એસોસિએશન (FA) પણ વસ્તુઓ મેળવવા માટે કેન્સાસ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહી છે.













