અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલા મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી, FIFA World Cup 2026 Final પહેલાં સટ્ટા બેટિંગમાં મોખરાના પ્લેટફોર્મમાં ખૂબ જ આશ્ચ્યજનક રીતે એક જ ટીમને વિજેતા તરીકે આગળ રાખે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સટ્ટા બેટિંગના પ્લેટફોર્મ પ્રેડિક્શન માર્કેટ પ્લેટફોર્મ પર સ્પેનની જીતની સંભાવના સૌથી વધુ દર્શાવવામાં આવી રહી છે.
સ્પેનને સૌથી મોટો ટેકો
વર્લ્ડ કપ વિજેતા માટેના માર્કેટમાં અત્યાર સુધીમાં લગભગ 4.28 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું છે. અહીં સ્પેનની જીતની સંભાવના લગભગ 59 ટકા દર્શાવવામાં આવી છે, જ્યારે આર્જેન્ટિનાની જીતની સંભાવના આશરે 40 ટકા દર્શાવવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, જીતની સંભાવના ઓછી હોવા છતાં આર્જેન્ટિના ઉપર પણ મોટી રકમ લગાવવામાં આવી રહી છે. ટ્રેડર્સે સ્પેન પર અંદાજે 123.5 મિલિયન ડોલર, જ્યારે આર્જેન્ટિના પર લગભગ 158 મિલિયન ડોલરને સટ્ટાના દાવ પર લગાવ્યા છે.
બીજા સટ્ટા બજારમાં પણ સમાન ટ્રેન્ડ
બીજા સટ્ટા બજારમાં પણ લગભગ 1.29 અબજ ડોલરનું ટ્રેડિંગ નોંધાયું છે. અહીં પણ સ્પેનને 59 ટકા અને આર્જેન્ટિનાને લગભગ 41 ટકા જીતની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને તેના આધારે જ સટ્ટો રમવામાં આવી રહ્યો છે. સ્પેનની જીત પર દાવ લગાવે તો તેને 1.65 ગણું વળતર મળી શકે છે, જ્યારે આર્જેન્ટિના માટે 2.34 ગણું પેમેન્ટ દર્શાવવામાં આવ્યું છે.
ગોલ્ડન બૂટ માટે મેસ્સી સૌથી આગળ
ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર એટલે કે ગોલ્ડન બૂટ માટે પણ લિયોનેલ મેસ્સી સૌથી આગળ છે. Polymarket પર મેસ્સીની સંભાવના લગભગ 57 ટકા છે, જ્યારે કિલિયન એમબાપ્પે લગભગ 42 ટકા પર છે. આજે ઈગ્લેન્ડ સામેની ત્રીજા ક્રમાંક માટેની મેચમાં, કિલિયન એમબાપ્પે 2 ગોલ ફટકાર્યા હતા.ગોલ્ડન બોલ એટલે કે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી માટે મેસ્સીનું પ્રભુત્વ વધુ મજબૂત જોવા મળી રહ્યું છે. બંને પ્લેટફોર્મ પર મેસ્સીને લગભગ 90 ટકાથી વધુ સંભાવના આપવામાં આવી રહી છે.
- સ્પેનની સીધી જીતની સંભાવના: 43%
- ડ્રો થવાની સંભાવના: 32%
- આર્જેન્ટિનાની સીધી જીતની સંભાવના: 28%
ટ્રમ્પની હાજરી ઉપર પણ સટ્ટો
ફાઇનલ મેચમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપશે કે નહીં તેના પર પણ બંને પ્રેડિક્શન માર્કેટમાં અલગ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે. Polymarket પર ટ્રમ્પની હાજરીની સંભાવના લગભગ 97 ટકા દર્શાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - FIFA World Cup 2026 Final : ફાઇનલની પ્રથમ 55 મિનિટ મેસ્સી માટે કેમ નિર્ણાયક રહેશે?