ફિલાડેલ્ફિયામાં ભારે વરસાદ પડ્યો અને મેચ બે કલાકથી વધુ સમય માટે રોકાઈ ગઈ, છતાં કાયલિયન એમબાપ્પેનો જાદુ અકબંધ રહ્યો. ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઈકરએ બે શાનદાર ગોલ કરીને ઇરાક સામે 3-0થી વિજય મેળવ્યો, પરંતુ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો. આ વિજય સાથે, ફ્રાન્સે નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વકાલીન અગ્રણી ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં એમબાપ્પે સંયુક્ત રીતે બીજા સ્થાને પણ પહોંચી ગયો. વધુમાં, એમબાપ્પે હવે છ અલગ અલગ વર્લ્ડ કપ મેચોમાં બે કે તેથી વધુ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.


એમબાપ્પે ઇતિહાસ રચ્યો

27 વર્ષીય એમબાપ્પે તેના ત્રીજા વર્લ્ડ કપમાં 15 થી વધુ ગોલ કર્યા છે, અને રસપ્રદ વાત એ છે કે,તેણે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. મેચની 14મી મિનિટે, એમબાપ્પેએ બોક્સની બહારથી શાનદાર શોટ મારીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી. વરસાદ અને તોફાનને કારણે હાફટાઇમ બ્રેક બે કલાકથી વધુ ચાલ્યો,પરંતુ રમત ફરી શરૂ થતાં જ એમબાપ્પેએ પોતાનો હુમલો ચાલુ રાખ્યો.



બ્રાઝિલના દિગ્ગજ રોનાલ્ડોને પાછળ છોડી દીધો 

54મી મિનિટે, ઓસ્માન ડેમ્બેલે ઇરાકી ડિફેન્ડર ઝૈદ તાહસીનની ભૂલનો લાભ ઉઠાવીને એમબાપ્પેને બોલ પાસ કર્યો અને ફ્રેન્ચ કેપ્ટને સરળતાથી ગોલ કર્યો. આ ગોલ સાથે, એમબાપ્પેના કુલ વર્લ્ડ કપ ગોલ 16પર પહોંચી ગયા. તેમણે જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઈકર મીરોસ્લાવ ક્લોઝની બરાબરી કરી અને બ્રાઝિલના દિગ્ગજ રોનાલ્ડોને પાછળ છોડી દીધા. બેલોન ડી'ઓર વિજેતા ઓસ્માન ડેમ્બેલેએ ફ્રાન્સનો ત્રીજો ગોલ કર્યો. તેમના પ્રદર્શનથી ફ્રાન્સની જીત પણ વધુ સરળ બની. એમબાપ્પે, ડેમ્બેલે અને ડિઝાયર ડુની આક્રમક ત્રિપુટીએ ફરી એકવાર દર્શાવ્યું કે શા માટે ફ્રાન્સને આ વર્લ્ડ કપ માટે ટોચનો દાવેદાર માનવામાં આવે છે.

એમબાપ્પે હવે 16 ગોલ સાથે બીજા સ્થાને

વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ હવે આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના નામે છે, જેમણે એક જ દિવસે બે ગોલ કરીને પોતાના ગોલની સંખ્યા 18 કરી દીધી છે. એમબાપ્પે હવે 16 ગોલ સાથે બીજા સ્થાને છે, જે રેકોર્ડની દોડમાં મેસ્સીથી માત્ર એક સ્થાન પાછળ છે. એમબાપ્પેનો વર્લ્ડ કપ સ્કોરિંગ પણ પ્રભાવશાળી રહ્યો છે. તેણે 2018ના વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા, 2022માં ગોલ્ડન બૂટ જીત્યો અને વર્તમાન ટુર્નામેન્ટમાં આઠ ગોલ કર્યા.

આ પણ વાંચો - FIFA World Cupમાં ઈરાનની ઐતિહાસિક સિદ્ધિ, અમેરિકા ધરતી પર 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો



  • Follow us on: