બ્રાઝિલના સ્ટાર સ્ટ્રાઈકર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.તેણે ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં તેની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં 2010 માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. 2026 ફિફા વર્લ્ડ કપમાંથી બ્રાઝિલ બહાર થયા પછી નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાઉન્ડ ઓફ 16 માં બ્રાઝિલ નોર્વે સામે 1-2 થી હારી ગયું. નેમારે તે મેચમાં બ્રાઝિલનો એકમાત્ર ગોલ કર્યો હતો.
જ્યાંથી કરિયર શરુ કર્યું ,નેમારે ત્યાં છેલ્લી મેચ રમી
રાઉન્ડ ઓફ 16માં નોર્વોના હાથો બ્રાઝીલની હાર બાદ નેમારે કહ્યું કે, તેમણે ખુબ પ્રયત્ન કર્યટો પરંતુ બધું પૂર્ણ થઈ ચૂક્યું હતુ. મે મેટલાઈફ સ્ટેડિયમમાં જ મારું ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. હવે આ સ્ટેડિયમમાં હું મારી સફર પૂર્ણ કરું છું.
નેમારનું સપનું અધુરું રહ્યું
નેમારના સંન્યાસના નિર્ણય પછી બ્રાઝીલને ચેમ્પિયન બનાવવાનું સપનું અધુરું રહ્યું છે. બ્રાઝીલને વર્લ્ડકપ જીતાડવાનું સપનું નેમારે ફુટબોલની દુનિયામાં પગ રાખતા લીધું હતુ. પરંતુ 16 વર્ષના કરિયર દરમિયાન આ સપનું પૂર્ણ કરી શક્યો નહી. નેમારે 2014,2018,2022 અને 2026ના ફીફા વર્લ્ડકપમાં બ્રાઝીલનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ 4 વર્લ્ડકપમાં તેમણે 9 ગોલ કર્યા છે.
https://x.com/Neycromancer/status/2073907380732178647?s=20
નેમારનું ઈન્ટરનેશનલ કરિયર
નેમારે બ્રાઝીલ માટે 130 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેમણે કુલ 80 ગોલ કર્યા છે. બ્રાઝીલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. બ્રાઝીલને 2013માં ફીફા કોન્ફડરેશન કપ જીતાડવો અને 2016માં ઓલિમ્પિક ચેમ્પિયનમાં નેમારે મોટી ભુમિકા નિભાવી હતી.નેમારનો જન્મ સાઓ પાઉલોના મોગી દાસ ક્રુઝમાં નેમાર સાન્તોસ સિનિયર અને નાદીન દા સિલ્વાના ઘરે થયો હતો. નેમાર થોડા સમય બાદ પાંચમા બાળકનો પિતા બનશે.
આ પણ વાંચો - FIFA World Cup 2026 : ઈંગ્લેન્ડ ટીમની હોટલ બહાર રાતભર હોબાળો, જાણો કારણ