પેરાગ્વેએ ફિફા વર્લ્ડ કપ 2026ના ગ્રુપ ડીના રોમાંચક મેચમાં તુર્કીને 1-0 થી હરાવ્યું.આ હાર સાથે તુર્કી ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની.પોતાની બંને શરૂઆતની મેચ હારી ગયા બાદ,તુર્કી પાસે હવે આગળના રાઉન્ડમાં પહોંચવાની કોઈ શક્યતા નથી.તુર્કી પર પેરાગ્વેની જીતે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં મોટો અપસેટ સર્જ્યો છે.
મેચનો સૌથી ઝડપી ગોલ
પેરાગ્વેએ રમત શરૂ થતાં જ તુર્કીને સ્તબ્ધ કરી દીધું.મેચની બીજી જ મિનિટમાં પેરાગ્વેના મેથિયાસ ગાલાર્ઝાએ પેનલ્ટી બોક્સની બહારથી એક શક્તિશાળી શોટ માર્યો,જે સીધો ગોલમાં ગયો.તુર્કી ગોલકીપર ઉગુરકાન કાકીર શોટ રોકવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યો.આ ગોલ આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ પણ બન્યો.શરૂઆતની નિષ્ફળતા પછી તુર્કીએ વાપસી માટે તમામ પ્રયાસો કર્યા.33મી મિનિટે મેર્ટ મુલ્ડુરનો ઉત્તમ હેડર પોસ્ટ પર વાગ્યો અને પાછો ફર્યો.બીજા હાફમાં આર્ડા ગુલર અને કેનન યિલ્ડીઝ જેવા ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો બનાવી પરંતુ પેરાગ્વેના મજબૂત ડિફેન્સ અને ગોલકીપર ઓર્લાન્ડો ગિલની સતર્કતાએ તેમને નિષ્ફળ બનાવ્યા.













