ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની લોકપ્રિયતા ફક્ત ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી, તેમનો ફેન્ડમ વિશ્વભરના રમતગમતના ઉત્સાહીઓ સુધી ફેલાયેલો છે. ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટમાં પણ આ સ્પષ્ટ જોવા મળ્યું હતુ. ફીફા વર્લ્ડ કપ 2026ની એક મેચ દરમિયાન વિરાટ કોહલીનું નામ ગૂંજી ઉઠ્યું હતુ. જોકે વિરાટ અહીં મેચ જોવા કે રમવા પહોંચ્યો ન હતો પણ તેના ફેન્સ તેની જર્સીને લઈને ફીફા વર્લ્ડની મેચ જોવા પહોંચી ગયા હતા.


ફીફા વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ક્રેઝ

ફીફા વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સ અને ઇરાક વચ્ચેની મેચ દરમિયાન, એક ચાહક વિરાટ કોહલીની RCB જર્સી પહેરેલો દેખાયો. સ્ટેડિયમમાં હજારો ફૂટબોલ ચાહકો વચ્ચે, આ વ્યક્તિએ કોહલીની 18 નંબરની જર્સી બતાવીને ધ્યાન ખેંચ્યું. આ જોઈને, સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે ‘કિંગ કોહલી’ માટેનો ક્રેઝ ચોક્કસ રમતો અને દેશોની સીમાઓ વટાવી ગયો છે.


‘કિંગ કોહલી’ આગામી વખત મેદાનમાં ક્યારે ઉતરશે

વિરાટ કોહલી છેલ્લે IPL 2026 દરમિયાન એક્શનમાં જોવા મળ્યો હતો,જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને RCBને સતત બીજી વખત ટ્રોફી જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.હવે,કોહલી ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરેલો જોવા મળશે. ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, કોહલી હવે ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે.ભારતની આગામી ODI સીરિઝ ઇંગ્લેન્ડ સામે છે, જે 14 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે,અને કોહલી ફરી એકવાર મેદાન પર ચમકવા માટે તૈયાર છે.

આ પણ વાંચો - FIFA World Cup 2026 : નોકઆઉટ મેચમાં સેનેગલે ઇરાકને 5-0 થી હરાવ્યું

  • Follow us on: