ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી આગામી 3 મહિનામાં ભારતની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેસી 14 વર્ષ પછી ભારતની મુલાકાતે આવતા હોવાથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લે મેસી 2011માં ભારતની મુલાકાતે આવ્યા હતા. હાલમાં મળેલી માહિતી મુજબ લિયોનેલ મેસી ભારતમાં 3 શહેરોની મુલાકાત લેશે અને તેઓ ભારતમાં ક્રિકેટ મેચ પણ રમશે. આમ તો એવી પણ જાણકારી મળી છે કે ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેડુંલકર અને કેપ્ટન કૂલ તરીકે ઓળાખાતા એસ ધોની , વિરાટ કોહલી તથા રોહિત શર્મા જેવા ભારતના પણ તેમની સાથે મેચ રમી શકે છે
ડિસેમ્બરમાં લિયોનેલ મેસી ભારતમાં આવે તેવી શક્યતા
ડિસેમ્બરમાં લિયોનેલ મેસી ભારતમાં આવે તેવી શક્યતા છે અને તે કોલકાતા, મુંબઇ અને દિલ્હીની મુલાકાત કરશે. અહેવાલો મુજબ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેસી એક ક્રિકેટ મેચ પણ રમશે . જો કે હજું સુધી લિયોનેલ મેસીને પોતે આ પ્રકારની જાહેરાત કરી નથી પણ મુંબઇ ક્રિકેટ એસોસિએશન તરફથી તૈયારીઓ શરુ કરી દેવાઇ છે
વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ માટે તમામ તૈયારીઓ પુરી
અહેવાલો પ્રમાણે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવાઇ છે પણ હજું મેસીની તરફથી સત્તાવાર શું જાહેરાત થાય છે તેની રાહ જોવાઇ રહી છે. મેસી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ મામલે જાહેરાત કરી શકે છે પણ હાલ તો તેમના પ્રસ્તાવિત શિડ્યુલના આધારે તૈયારીઓ તો પુર્ણ કરી દેવાઇ છે.
પહેલા મેસી કોલકાતામાં આવશે
મળેલી માહિતી મુજબ મેસીનું ભારતમાં આગમન કોલકાતામાં થશે. અહીં તેઓ પૂર્વ કેપ્ટન અને મહાન ખેલાડી સૌરવ ગાંગુલીને પણ મળી શકે છે અને ત્યારબાદ બંને ખેલાડી ઇડન ગાર્ડન જઇ શકે છે. મેસીના સન્માનમાં અહી ખાસ તૈયારી કરાઇ છે અને તેમની સાથે સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, જોન અબ્રાહમ, બાઉચીંગ ભુટિયા સહિતના દિગ્ગજ ખેલાડીઓ સાથે સાત ટીમ બનાવીને સોફ્ટ વોલ, સોફ્ટ ચટ ગેમ રમશે.
મેસી પીએમ મોદીને પણ મળશે
પ્રેક્ષકો પણ ટિકીટ લઇને આ જશ્ન અને મેચ નિહાળી શકશે અને પોતાના પસંદગીના ખેલાડીઓને નિહાળી શકશે. આ મેચની ટિકીટ અંદાજે 3500 રુપિયા હશે . અહી મેસનું સન્માન પણ કરાશે ત્યારબાદ 14 તારીખે તે મુંબઇ જશે ત્યારબાદ 15 તારીખે તે દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. તમને જણાવી દઇએ કે ભુતકાળમાં ઓગષ્ટ 2011માં મેસી ભારત આવ્યા હતા.