ફૂટબોલની રમત વિશ્વમાં સૌથી વધારે રમાતી અને જોવાતી રમત છે. ફૂટબોલની રમતમાં ખેલાડીઓને તેમની રમત માટે જે વાર્ષિક રકમ ચૂકવાતી હોય છે એ કોઈ નાના એવા દેશના જીડીપી સમાન હોય છે. ત્યારે ફૂટબોલની રમતના ખેલાડીઓ ઘણીવાર રમતની સાથે સાથે તેમની જીવનશૈલી ના કારણે પર છાપામાં ચમકતા હોય છે.

ઈંગ્લેન્ડના ફૂટબોલ ક્લબનો વિવાદાસ્પદ ખેલાડી

ફૂટબોલની રમતનો આ સ્ટાર ખેલાડી જે 5 વર્ષથી ઈંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ આર્સેનલ માટે રમી રહ્યો છે. આ ખેલાડીને ઈંગ્લેન્ડની ક્લબ તરફથી 121 કરોડ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. ક્લબ આર્સેનલ માટે રમી રહેલા ફૂટબોલના આ ખેલાડી પર 2022માં પણ આવાજ ગંભીર આરોપ લાગ્યા હતા તેમ છતાં પણ ઈંગ્લેન્ડની ક્લબ આર્સેનલ તરફથી આ વિવાદાસ્પદ ખેલાડીને રમવા માટે તક આપવામાં આવતી હતી જે બાદ આર્સેનલ ક્લબની આકરી ટીકાઓ અને નિંદાઓ થઈ હતી.

 થોમસ પાર્ટી સામે બળાત્કારના  કેસ

હમણાં થોડા સામે પહેલા ભારતના એક યુવા ખેલાડી યશ દયાલ અને વેસ્ટ ઈન્ડિઝના વર્તમાન ક્રિકેટર પર પણ આ પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિશ્વના ઘણા મોટા ખેલાડીઓ આ પ્રકારના ગંભીર આરોપોથી ઘેરાયેલા છે. ત્યારે હવે ફૂટબોલની રમતમાં પણ હવે આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ઈંગ્લેન્ડ પ્રીમિયર લીગ ક્લબ આર્સેનલના ભૂતપૂર્વ મિડફિલ્ડર અમે પ્રખ્યાત ફૂટબોલર એવા થોમસ પાર્ટી સામે બળાત્કારના 5 કેસ અને જાતીય સતામણીનો 1 કેસ નોંધવામાં આવ્યો છે જે બાદ હાલ આ ક્લબ વિવાદોના વંટોળમાં આવી ચૂકી છે.

ફૂટબોલર પર થશે મોટી કાર્યવાહી

મીડિયા રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ એટલે કે CPS વિભાગ તરફથી આ વિવાદાસ્પદ ખેલાડી પર 4 જુલાઈના રોજ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો જે બાદ વિદેશમાં પ્રગટ થતાં અહેવાલો અને સમાચાર મુજબ આ ખેલાડી સામે રજૂ કરવામાં આવેલા ઘણા પુરાવાઓ કાળજીપૂર્વક જોયા પછી, CPSએ ઈંગ્લેન્ડના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ આર્સેનલના આ સ્ટાર ખેલાડી સામે ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી છે અને હાલ આ ખેલાડી પર કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.