નવા GTA 6ના કથિત 5 મિનિટના ગેમપ્લે વીડિયોમાં ગેમની મુખ્ય પાત્ર લુસિયા વાઇસ સિટીમાં ન્યૂડ અવસ્થામાં ફરતી જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં ATMમાંથી પૈસા ઉપાડવા, એક NPC સાથે મારામારી અને ઊંચી ઇમારત પરથી પેરાશૂટ સાથે કૂદવા જેવી ગતિવિધિઓ પણ જોવા મળ્યાનું કહેવાય છે. જોકે, આ વીડિયો અસલી છે કે નહીં તેની રોકસ્ટાર ગેમ્સે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
વીડિયોમાં લુસિયા વાઇસ સિટીમાં ફરતી જોવા મળી
લીક થયેલા વીડિયોમાં લુસિયા કારમાંથી બહાર નીકળીને વાઇસ સિટીના વિસ્તારમાં ફરતી જોવા મળે છે. આ દરમિયાન તેનું પાત્ર ન્યૂડ અવસ્થામાં દર્શાવવામાં આવ્યું હોવાનો દાવો છે. જોકે, આ દૃશ્ય પરથી અંતિમ ગેમમાં ખેલાડીઓને આવો વિકલ્પ મળશે એવું માનવું યોગ્ય નથી. વીડિયોમાં લુસિયા ATM પાસે પહોંચે છે અને ત્યાં હાજર એક NPC સાથે મારામારી કરતી જોવા મળે છે. ત્યારબાદ ATM દ્વારા પૈસા ઉપાડવાની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી હોવાનો દાવો છે. આ દૃશ્યને કારણે ગેમમાં બેન્કિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ સુવિધાઓ અંતિમ ગેમમાં ચોક્કસ હશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
https://x.com/Ahsanali56163/status/2109478902465024168?s=20
ઇમારત પરથી કૂદ્યા બાદ દેખાયો WASTED મેસેજ
લીક થયેલા ફૂટેજમાં લુસિયા એક ઊંચી ઇમારત પર ચઢે છે અને ત્યાંથી પેરાશૂટ સાથે કૂદે છે. કૂદ્યા બાદ તે નજીકની ઇમારત સાથે અથડાય છે અને તેનું પાત્ર મૃત્યુ પામતાં સ્ક્રીન પર GTA ગેમમાં જાણીતો WASTED મેસેજ દેખાય છે. વીડિયોમાં પેરાશૂટ જમ્પ દરમિયાન લક્ષ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી પડતી પણ જોવા મળ્યાનો દાવો છે.
શું GTA 6માં ખરેખર ન્યૂડ પાત્ર જોવા મળશે?
આ લીકનો સૌથી ચર્ચાસ્પદ ભાગ લુસિયાને ન્યૂડ અવસ્થામાં દર્શાવતો દૃશ્ય છે. જોકે, અગાઉ સામે આવેલા કેટલાક લીક થયેલા વીડિયોમાં પણ પાત્રોને ન્યૂડ અવસ્થામાં દર્શાવવામાં આવ્યાં હતાં. કેટલાક અહેવાલોમાં NPC પાત્રો આ સ્થિતિ પર કોઈ પ્રતિક્રિયા આપતાં ન હોવાથી ફૂટેજ ડેવલપમેન્ટ અથવા ટેસ્ટિંગ વર્ઝનનું હોઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી, આ દૃશ્યોને ગેમના અંતિમ વર્ઝનનો ભાગ માનવા માટે હાલ પૂરતા પુરાવા નથી. રોકસ્ટાર ગેમ્સ તરફથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ન્યૂડ પાત્રો અથવા વીડિયોમાં દેખાતી તમામ સુવિધાઓ અંગે નિશ્ચિત દાવો કરી શકાય નહીં.
GTA 6 ક્યારે રિલીઝ થશે?
GTA 6ની રિલીઝ તારીખ 19 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. ગેમ PlayStation 5 અને Xbox Series X/S માટે ઉપલબ્ધ થવાની છે. ગેમની રિલીઝ પહેલાં વારંવાર સામે આવી રહેલા લીકને કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી છે, પરંતુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી અને કથિત લીક વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખવો જરૂરી છે.
આ પણ વાંચો: Candy Crush Saga: 22,222મું લેવલ પાર, કેન્ડી ક્રશમાં 19 વર્ષના શુભમનું નામ રેકોર્ડ બુકમાં