Dehradunના મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત હિમાદ્રિ આઈસ રિંકમાં ચાર દિવસ સુધી ચાલેલી રમત ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2026નું રોમાંચક સમાપન થયું. એશિયાના 14 દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 44 મેડલ જીત્યા. જેમાં 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ફાઈનલ ડે પર પણ ભારતનો દબદબો

ગોલ્ડ મેડલની સંખ્યાના આધારે ભારત બીજા સ્થાને, જ્યારે થાઈલેન્ડે 16 ગોલ્ડ સાથે ચેમ્પિયનશિપન મેડલમાં પ્રથમ સ્થાને રહ્યું. ચીને 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. સ્પર્ધાના અંતિમ દિવસે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો. જુનિયર A બોયઝ 500 મીટરમાં ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 44.13 સેકન્ડના સમય સાથે પોડિયમ પર સ્થાન મેળવ્યું. ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે ગોલ્ડ અને થાઈલેન્ડના કૃત્સનાપોન ફૌત્રાકુલે સિલ્વર મેડલ જીત્યો.

ભારતના કીર્તિ રાજ સિંહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

જુનિયર C બોયઝ 777 મીટરમાં ભારતના સિદ્ધાંત માંજરેએ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું. સિદ્ધાંતે 1 મિનિટ 13.50 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. હોંગકોંગના કાર્લ મેનને સિલ્વર અને ઉઝબેકિસ્તાનના મખમુદોવ અલીશેરે બ્રોન્ઝ મેડલ જીત્યો.જુનિયર B બોયઝ 1000 મીટરમાં ભારતના બે ખેલાડીઓએ પોડિયમ પર સ્થાન મેળવ્યું. થાઈલેન્ડના કોસ્ટિવાનિચ ઔન્નીપિતે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ભારતના આરવ અનિરુદ્ધ પટવર્ધને 1 મિનિટ 29.68 સેકન્ડના સમય સાથે સિલ્વર અને ભારતના જ અદ્વૈત કોઠારીએ 1 મિનિટ 29.78 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જુનિયર A બોયઝ 1000 મીટરમાં ભારતને સિલ્વર મેડલ, દક્ષિણ કોરિયાના હ્વાંગ સેઓજિને ગોલ્ડ, ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ 1 મિનિટ 33.93 સેકન્ડ સાથે સિલ્વર અને ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રિલેમાં પણ ભારતે જીત્યા બે બ્રોન્ઝ

ફાઈનલ ડે પર રિલે સ્પર્ધાઓમાં પણ ભારતે પોડિયમ પર સ્થાન મેળવ્યું. મહિલા 3000 મીટર રિલેમાં થાઈલેન્ડે ગોલ્ડ, ચાઈનીઝ તાઈપેઈએ સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે પુરુષ 3000 મીટર રિલેમાં હોંગકોંગે ગોલ્ડ, થાઈલેન્ડે સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો. સ્પર્ધાની અંતિમ મેડલ ટેલીમાં થાઈલેન્ડ 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું. ભારતે 13 ગોલ્ડ, 13 સિલ્વર અને 18 બ્રોન્ઝ સાથે કુલ 44 મેડલ મેળવીને બીજું સ્થાન મેળવ્યું. ચીન 12 ગોલ્ડ, 11 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 31 મેડલ મેળવી ત્રીજા સ્થાને રહ્યું.

ભારત માટે ભવિષ્યમાં નવી આશાઓ જગાવી

ભારત ગોલ્ડ મેડલની સંખ્યામાં થાઈલેન્ડથી પાછળ રહીને બીજા સ્થાને રહ્યું, પરંતુ 44 મેડલ સાથે કુલ મેડલની સંખ્યામાં તેનો દેખાવ ખૂબ જ મજબૂત રહ્યો.હવે આ સ્પર્ધામાંથી મળેલા અનુભવ અને ક્વોલિફિકેશન બાદ ભારતીય ખેલાડીઓની નજર વર્લ્ડ કપ અને આગામી ઓલિમ્પિક્સ પર રહેશે. દેહરાદૂનની બરફ પર ચાર દિવસ ચાલેલી આ રમતમાં ભારતીય શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગના ભવિષ્ય માટે નવી આશાઓ ઉભી થઈ છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ