17 વર્ષીય ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી આયુષ મ્હાત્રે IPL 2026 માં જોરદાર ફોર્મમાં છે.પોતાની પ્રતિભા સાબિત કરતા,મ્હાત્રેએ IPL 2026ના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને ધોઈ નાખ્યો હતો. જમણા હાથના બેટ્સમેને ગ્રીનની બોલિંગ પર છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા. મ્હાત્રેના દમદાર બેટિંગથી ગ્રીન દંગ રહી ગયો.
આયુષ મ્હાત્રેની આક્રમક બેટિંગ
આયુષ મ્હાત્રે ક્રીઝ પર આવતાની સાથે જ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે,અને તેણે KKR સામે પણ આવું જ કર્યું.ચેન્નાઈએ ત્રીજી ઓવરમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી અને આયુષ મ્હાત્રેની એન્ટ્રી થઈ.વર્ષીય આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા. મ્હાત્રેએ KKRના 25 કરોડ રૂપિયાના ખેલાડીની જોરદાર ધુલાઈ કરી હતી.
મ્હાત્રેએ કેમેરોન ગ્રીનને ધોઈ નાખ્યો
જ્યારે ગ્રીન ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો,ત્યારે મ્હાત્રેએ તેના બીજા બોલ પર ફોર ફટકારી.પછી,ગ્રીને એક શાનદાર બોલ ફેંક્યો જે મ્હાત્રે સમજી શક્યો નહીં.ગ્રીને વિચાર્યું કે તે 17 વર્ષના ખેલાડી પર દબાણ લાવશે, પરંતુ મ્હાત્રે પાસે બીજી યોજના હતી. મ્હાત્રેએ ગ્રીનના ચોથા બોલ પર ફોર, પાંચમા બોલ પર સિક્સર અને પછી તેના છઠ્ઠા બોલ પર બીજો સિક્સર ફટકાર્યો.ગ્રીનને KKRએ દ્વારા ₹25.20 કરોડમાં ખરીદ્યો છે,પરંતુ તેની બેટિંગ અને બોલિંગ બંને ફ્લોપ રહી છે.
વૈભવ સામે પણ ચોગ્ગાની હેટ્રિક
આયુષ મ્હાત્રેતે જ ઓવરમાં આઉટ પણ થયો હતો. મ્હાત્રેએ 17 બોલમાં બે છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે મ્હાત્રેએ આ સિઝનમાં પાંચ મેચમાં 171 રન બનાવ્યા છે.તેની બેટિંગ સરેરાશ 34 થી વધુ છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 170 થી વધુ છે. મ્હાત્રેએ અત્યાર સુધીમાં 11 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો -IPL Points Table: CSKની જીત બાદ પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ, નંબર વન કોણ?