જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ સ્પષ્ટતા કરી છે કે ધોની ટૂંક સમયમાં મેદાન પર પરત ફરી શકે છે. હસીના જણાવ્યા અનુસાર, ધોની હાલમાં તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.


પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજા

ધોનીની ગેરહાજરીનું મુખ્ય કારણ તેના પગના સ્નાયુમાં થયેલી ઈજા છે. સિઝનની શરૂઆત પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને આ ઈજા થઈ હતી. માઈકલ હસીએ ખુલાસો કર્યો હતો કે ધોની નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં (Running between the wickets) હજુ તકલીફ પડી રહી છે. ટૂંકા રન લેતી વખતે સ્નાયુઓ પર વધુ દબાણ ન આવે તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. હસીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી કેટલીક મેચોમાં તે સંપૂર્ણ ફિટ થઈને પરત ફરશે.

મેડિકલ સ્ટાફના રિપોર્ટની રાહ

ધોનીની વાપસી માટે હવે બે સંભવિત તારીખો સામે આવી રહી છે. અહેવાલો મુજબ, તે 26 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં અથવા 2 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામેની રિટર્ન લેગ મેચમાં મેદાન પર ઉતરી શકે છે. CSK કેપ્ટન રુતુરાજ ગાયકવાડે પણ સંકેત આપ્યો હતો કે ટીમ મેડિકલ સ્ટાફના રિપોર્ટની રાહ જોઈ રહી છે. ધોની જેવો અનુભવી ખેલાડી ટીમમાં ન હોવા છતાં, તે ડ્રેસિંગ રૂમમાં રહીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યો છે, જે ટીમ માટે સકારાત્મક બાબત છે.

રમત પ્રત્યેની નિષ્ઠા અજોડ

મહેન્દ્ર સિંહ ધોનીનો આઈપીએલ ઇતિહાસ અત્યંત ભવ્ય રહ્યો છે. 278 મેચોમાં 5439 રન અને પાંચ વખત CSK ને ચેમ્પિયન બનાવનાર આ દિગ્ગજ ખેલાડીની વાપસીની આખું ક્રિકેટ જગત રાહ જોઈ રહ્યું છે. 44 વર્ષની ઉંમરે પણ તેની રમત પ્રત્યેની નિષ્ઠા અજોડ છે. માઈકલ હસીએ એમ પણ ઉમેર્યું હતું કે જ્યારે ધોની પરત ફરશે ત્યારે તે માત્ર બેટર તરીકે જ નહીં, પરંતુ વિકેટકીપર તરીકેની ભૂમિકા પણ નિભાવશે, જે તેના 'કાફ કોન્ફિડન્સ' પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: IPL 2026: CSK માટે ખતરાની ઘંટડી બન્યા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ટીમ માટે સાબિત થયા ફ્લોપ ઓપનર?


  • Follow us on: