IPL 2026ના 22મા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે ટક્કર. આ મેચ યજમાન ચેન્નાઈ અને કોલકાતા બંને માટે મહત્વપૂર્ણ છે.બંને ટીમો પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 9મા ક્રમે છે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સૌથી નીચે એટલે કે 10મા ક્રમે છે.તેથી બંને ટીમો જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ચેન્નાઈની નજર બીજી જીત પર 

આ મેચ 14 એપ્રિલે ચેન્નાઈના ઐતિહાસિક એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે.હાલમાં CSK ને ચાર મેચમાં ફક્ત એક જ જીત મળી છે.ડેથ બોલિંગ ટીમ માટે એક મોટી સમસ્યા છે.જોકે પાછલી મેચમાં ઘરઆંગણે મળેલી જીતે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે.સંજુ સેમસને ટીમની પ્રથમ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.સંજુએ 56 બોલમાં અણનમ 115 રનની ઐતિહાસિક ઇનિંગ રમી,જેનાથી તેની ટીમ જીત તરફ દોરી ગઈ.ટીમ માટે સૌથી મોટા સમાચાર એમએસ ધોનીનું સંભવિત વાપસી છે.જે ઈજાને કારણે બહાર હતો.જો ધોની આ મેચમાં નહીં રમે,તો આ પહેલી વાર હશે જ્યારે તે CSK વિરુદ્ધ KKR મેચમાં જોવા મળશે નહીં.બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સે હજુ સુધી એક પણ જીત નોંધાવી નથી.કોલકાતાએ ચાર મેચ રમી છે,જેમાંથી ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

હેડ-ટુ-હેડ મેચમાં CSKનું વર્ચસ્વ

હેડ-ટુ-હેડ રેકોર્ડની દ્રષ્ટિએ, ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચમાં ટોચ પર હોય તેવું લાગે છે.બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 32 મેચોમાં,CSK 20 વખત જીતી છે, જ્યારે KKR 11 જીતે છે,અને એક મેચ ડ્રો રહી છે.ખાસ કરીને CSKનો ચેપોક ખાતે ઉત્તમ રેકોર્ડ છે.ચેન્નાઈએ આ મેદાન પર રમાયેલી 10 મેચમાંથી આઠ જીતી છે,જે તેમના ઘરઆંગણે વર્ચસ્વને પ્રતિબિંબિત કરે છે.

બંને ટીમના સંભવિત પ્લેઇંગ 11 

ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દેવાલ્ડ બ્રુઈસ, એમએસ ધોની, ઉર્વીલ પટેલ, સંજુ સેમસન, શિવમ દુબે, આયુષ મ્હાત્રે, શ્રેયસ ગોપાલ, જેમી ઓવરટોન, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, નૂર અહેમદ, અકેલ હુસૈન, પ્રશાંત શર્મા, સરત વીર, શૌર્ય ખાન, શૌર્ય ખાન, શૌર્ય ખાન મેટ હેનરી, રાહુલ ચાહર, ઝેકરી ફોક્સ, સ્પેન્સર જોન્સન, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી.

કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), મનીષ પાંડે, રોવમેન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા, ઉમરાન મલિક, વરુણ ચક્રવર્તી, ફિન એલન, મતિશા પથિરાના, રાહુલ ત્રિપાઠી, સેવિન્દ ત્રિપાઠી, ટી. રવિન્દ્ર, આકાશ દીપ, આશીર્વાદ મુઝરાબાની, નવદીપ સૈની, પ્રશાંત સોલંકી, સાર્થક રંજન, કાર્તિક ત્યાગી, કેમેરોન ગ્રીન, સૌરભ દુબે, દક્ષ કામરા.

આ પણ વાંચો - IPL Points Table: RRની હાર બાદ પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ, નંબર વન કોણ?