IPL 2026 ની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેમાં રિષભ પંત અને અર્જુન તેંડુલકર વચ્ચે બેટના વજનને લઈને ખાસ વાતચીત જોવા મળી રહી છે.

ભારે બેટ પાછળનું રહસ્ય

વીડિયોમાં રિષભ પંત અર્જુનને તેના બેટના વજન વિશે પૂછતો જોવા મળે છે. અર્જુને ખુલાસો કર્યો કે તેના બેટનું વજન 1220 ગ્રામ છે. જ્યારે પંતે ભારે બેટના ફાયદા વિશે પૂછ્યું, ત્યારે અર્જુને સચોટ જવાબ આપતા કહ્યું કે:

સચિનના બેટ વિશે આપી માહિતી 

અર્જુને વધુમાં જણાવ્યું કે તે ક્યારેય 1200 ગ્રામથી હલકા બેટનો ઉપયોગ કરતો નથી. આ સાથે જ તેણે તેના પિતા અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના બેટ વિશે પણ માહિતી આપી હતી.

સચિન તેંડુલકરનું 1315 ગ્રામનું બેટ

અર્જુને જણાવ્યું કે સચિન તેંડુલકર તેમના કરિયર દરમિયાન 1310 થી 1315 ગ્રામ વજનના અત્યંત ભારે બેટથી રમતા હતા. આ જ ભારે બેટની મદદથી સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

પંતે અર્જુનના ઝનૂનને બિરદાવ્યું

આ વાતચીત દરમિયાન રિષભ પંત અર્જુન તેંડુલકરના ક્રિકેટ પ્રત્યેના સમર્પણથી ઘણો પ્રભાવિત દેખાયો હતો. પંતે ઉલ્લેખ કર્યો કે અર્જુન તેના લગ્નના બીજા જ દિવસે મેદાન પર પ્રેક્ટિસ કરવા પહોંચી ગયો હતો. નોંધનીય છે કે અર્જુને 5 માર્ચના રોજ સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા હતા અને તરત જ તે DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં રમવા ઉતર્યો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી નવી શરૂઆત

અર્જુન તેંડુલકર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો, પરંતુ IPL 2026 માં તે પ્રથમ વખત લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. મુંબઈ માટે રમતા તેણે અત્યાર સુધી 4 મેચમાં 3 વિકેટ ઝડપી છે. હવે જોવાનું એ રહેશે કે લખનૌની ટીમમાં તેને કેટલી તકો મળે છે અને તે કેવું પ્રદર્શન કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો