લખનૌ સુપર જાયન્ટ્સનું નસીબ જાણે ખતમ થઈ ગયું હોય તેવું લાગે છે.LSGઆ સિઝનમાં ફક્ત બે મેચ જીતી શક્યું છે અને ચારમાં હાર્યું છે.છેલ્લી ત્રણ મેચ શ્રેણીબદ્ધ હાર રહી છે.ઋષભ પંતની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે.હવે IPLના 32મા મેચમાં લખનૌનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ટક્કર.આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.જ્યારે પોતાના હોમગ્રાઉડમાં સારું પ્રદર્શન કરી શકી નથી તેઓ આ સિઝનમાં ઘરઆંગણે રમાયેલી બે મેચ હારી ગઈ છે.આ સિઝનમાં મજબૂત ફોર્મમાં રહેલા રાજસ્થાનને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


બંને ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ 

લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની હેડ-ટુ-હેડ મેચમાં, રાજસ્થાનનો હાથ ઉપર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ છ મેચ રમાઈ છે. રાજસ્થાને આમાંથી ચાર મેચ જીતી છે, જ્યારે લખનૌએ ફક્ત બે જ મેચ જીતી છે. લખનૌ સામે રાજસ્થાનનો સૌથી વધુ સ્કોર 199રન છે, જ્યારે સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર 144 રન છે. રાજસ્થાન સામે લખનૌનો સૌથી વધુ સ્કોર 196રન છે અને સૌથી ઓછો સ્કોર 154 રન છે.

પિચ રિપોર્ટ

એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ પરંપરાગત રીતે ધીમી રહી છે, જે સ્પિનરોને પકડ પૂરી પાડે છે અને ઝડપી બોલરોને મદદ કરે છે. જો બોલરો યોગ્ય લેન્થ બોલિંગ કરે છે, તો તેઓ બેટિંગ પર પ્રભુત્વ ધરાવે છે. શરૂઆતમાં બેટિંગ સરળ નથી હોતી, પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે, બેટ્સમેનોને શોટ રમવાનું સરળ લાગે છે. બેટ્સમેનોને મોટા શોટ રમવા માટે પિચ પર સમય પસાર કરવાની જરૂર પડશે. IPLમાં, પરિણામો સામાન્ય રીતે આ મેદાન પર લક્ષ્યોનો પીછો કરતી ટીમોની તરફેણમાં આવ્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ 11

મિશેલ માર્શ, આયુષ બદોની, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, એડમ માર્કરામ, મોહસીન ખાન, અવેશ ખાન, મણિમરણ સિદ્ધાર્થ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ 11

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, એન બર્ગર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા

આ પણ વાંચો- IPL 2026 : એક ઓવરમાં 3 વિકેટ, SRH બોલરે રચ્યો ઇતિહાસ, બનાવ્યો આ અનોખો રેકોર્ડ



  • Follow us on: