દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એક મોટો અકસ્માત થયો. શુક્રવારે દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન એક બોલર ઘાયલ થયો હતો. બોલરને ચહેરા પર ઈજા થઈ હતી. તે દિલ્હીનો નેટ બોલર હતો અને બેટ્સમેનના શોટથી તેના ચહેરા પર ઈજા થઈ હતી. બોલ બોલરને વાગતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ખેલાડીની ઈજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ખેલાડીના મોઢામાંથી લોહી નીકળ્યું

દિલ્હી કેપિટલ્સના આ ખેલાડી લોહીથી લથપથ જોવા મળ્યો હતો. તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ તેને મળ્યો હતો. પોન્ટિંગે ખેલાડીને ખાતરી આપી હતી કે બધું સારું થઈ જશે. આ ખેલાડી કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિલ્હી અને પંજાબ વચ્ચે મુકાબલો

IPLના 35મા મુકાબલામાં દિલ્હી અને પંજાબ એકબીજા સામે ટકરાશે. આ મેચ દિલ્હી માટે સરળ નહીં હોય કારણ કે પંજાબ જોરદાર ફોર્મમાં છે. પંજાબે છમાંથી પાંચ મેચ જીતી છે અને એક મેચ રદ થઈ હતી, જેના પછી તે 11 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. દિલ્હીની વાત કરીએ તો, આ ટીમે છમાંથી ત્રણ મેચ જીતી છે અને ત્રણ હારી છે. દિલ્હીની ટીમ છઠ્ઠા સ્થાને છે. છેલ્લી મેચમાં દિલ્હીની બેટિંગ નિષ્ફળતાએ ચિંતા વધારી છે, જોકે ટીમના ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સે ગજબ સમજૂતી આપી હતી.
દિલ્હીનીખરાબ બેટિંગ પર સ્ટબ્સનો જવાબ
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે તેની ટીમની બેટિંગ અંગેની ચિંતાઓનો જવાબ આપતા કહ્યું કે “અમારું પ્રદર્શન નબળું લાગે છે કારણ કે અમે દરેક મેચમાં લક્ષ્યોનો પીછો કરી રહ્યા છીએ. છેલ્લી મેચમાં, અમે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને અમારી બેટિંગ ખૂબ સારી નહોતી. છતાં, અમે 190 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા.


  • Follow us on: