IPLની 19મી સીઝનની 23મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે ટક્કર.આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ,બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ રજત પાટીદાર કરશે,જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ ઋષભ પંત કરશે.જેમાં ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સીઝનમાં અત્યાર સુધી ચાર મેચ રમી ચૂક્યું છે, જેમાં ત્રણમાં જીત અને એકમાં હારનો સામનો કરી ચૂક્યું છે. તેઓએ પોતાની બે હોમ મેચમાંથી બંનેમાં જીત મેળવી છે. RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેથી, તેઓ લખનૌને હરાવવા અને સતત ત્રીજી હોમ મેચ જીતવાનો પ્રયાસ કરશે. લખનૌએ અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાંથી બે જીતી છે અને બે હારનો સામનો કર્યો છે. લખનૌ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.


હેડ ટુ હેડ રેકોર્ડ

IPLના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે.આમાંથી બેંગ્લોરે 4 મેચ જીતી છે અને લખનૌએ 2 મેચ જીતી છે.ગયા સીઝનમાં,એકાના સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે એક મેચ રમાઈ હતી,તે મેચમાં લખનૌએ 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. આ પછી,લખનૌએ 9 બોલ અને 6 વિકેટ બાકી રહેતા જીત માટે 228 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાંથી,RCB એ ત્રણ અને લખનૌએ બે જીતી છે.બંને વારાફરતી એકબીજા સામે એક મેચ જીતી રહ્યા છે.આવી સ્થિતિમાં,બુધવારે લખનૌનો જીતવાનો વારો છે.

પિચ રિપોર્ટ

આ સીઝનમાં અત્યાર સુધી આ ગ્રાઉન્ડ પર બે મેચ રમાઈ છે.હોમ ટીમ RCB એ આ બંને મેચ જીતી છે.તેઓ બુધવારે સતત ત્રીજી ઘરેલુ જીત નોંધાવવા માટે પ્રયત્નશીલ રહેશે. બેંગલુરુની પીચ હંમેશા બેટ્સમેનોનું સ્વર્ગ રહી છે. અહીં પુષ્કળ રન બને છે, અને નાના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો ભારે વરસાદ પણ થાય છે. બુધવારે જ્યારે બેંગલુરુ અને લખનૌ ટકરાશે ત્યારે પણ આવું જ જોવા મળશે. બેંગલુરુમાં અત્યાર સુધી બે મેચ રમાઈ છે,અને ચારેય ઇનિંગ્સમાં 200 થી વધુ રન જોવા મળ્યા છે.અહીં રમાયેલી સીઝનની પહેલી મેચમાંRCB એ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 202 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી હતી.ત્યારબાદ RCB એ ચેન્નાઈ સામે 3 વિકેટે 250 રનનો વિશાળ સ્કોર બનાવ્યો,જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 207 રનમાં ઓલઆઉટ કરી દીધી.કોણ જીતે છે કે હાર, ફેન્સ બેંગલુરુમાં આનંદ માણવા માટે હાજર રહેશે.

બધાની નજર વિરાટ કોહલી પર રહેશે

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, મોટાભાગની નજર આરસીબીના સ્ટાર વિરાટ કોહલી પર રહેશે,જેણે મુંબઈ ઇન્ડિયન્સ સામેની પાછલી મેચમાં અડધી સદી ફટકારી હતી.કોહલીની ઇનિંગ્સ થોડી ધીમી હોવા છતાં, તેણે ફિટનેસ સમસ્યાઓના કારણે ફિલ્ડિંગ પણ કરી ન હતી. લખનૌ સામેની મેચ પહેલા આરસીબી માટે સારા સમાચાર એ છે કે કોહલીએ મેચના એક દિવસ પહેલા તાલીમ લીધી હતી અને તે સંપૂર્ણપણે ફિટ દેખાતો હતો. કોહલી પાસે આ મેચમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની પણ તક છે. તેને ફક્ત બે છગ્ગા ફટકારવાની જરૂર પડશે, જે ક્રિસ ગેલ અને રોહિત શર્મા પછી આઈપીએલના ઇતિહાસમાં 300 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડી બનશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરૂ ટીમ

રજત પાટીદાર (કેપ્ટન),અભિનંદન સિંઘ,ભુવનેશ્વર કુમાર,દેવદત્ત પડિકલ,જીતેશ શર્મા,કૃણાલ પંડ્યા,રસિક ડાર,સુયશ શર્મા,સ્વપ્નિલ સિંહ,વિરાટ કોહલી,વેંકટેશ અય્યર,મંગેશ યાદવ,કનિષ્ક ચૌહાણ,વિહાન મલ્હોત્રા,વિક્કી ઓ

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ

ઋષભ પંત (કેપ્ટન), એડન માર્કરામ,હિમ્મત સિંહ,મેથ્યુ બ્રેટ્ઝકે,મુકુલ ચૌધરી,અક્ષત રઘુવંશી,જોશ ઈંગ્લિસ,મિશેલ માર્શ,અબ્દુલ સમદ,શાહબાઝ અહેમદ,અર્શિન કુલકર્ણી,વાનિંદુ હસરંગા,આયુષ બદોની,મોહમ્મદ શમી,અવેશ સિંહ,અક્ષત સિંહ,પ્રિન્સ,અક્ષત સિંહ,અક્ષત સિંહ.યાદવ,અર્જુન તેંડુલકર,એનરિક નોર્ટજે,નમન તિવારી,મયંક યાદવ,મોહસીન ખાન.

આ પણ વાંચો - IPL 2026 : જોશ હેઝલવુડને LSG સામે મળશે તક? જાણો બંન્ને ટીમના સંભવિત પ્લેઈંગ-11


  • Follow us on: