રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાયેલી ડાઈ-વોલ્ટેજ મેચ માત્ર રમત માટે જ નહીં, પરંતુ મેદાન પર જોવા મળેલી વ્યક્તિગત કડવાશને કારણે પણ ચર્ચામાં રહી છે. ક્રિકેટ જગતમાં હંમેશા પંડયા બ્રધર્સ' ના અતૂટ પ્રેમ અને મિત્રતાના ઉદાહરણો આપવામાં આવતા હતા, પરંતુ આ મેચ દરમિયાન હાર્દિક અને કૃણાલ પંડયા વચ્ચેના બદલાયેલા સમીકરણોએ ચાહકોને ચોંકાવી દીધા છે.
વાનખેડેમાં શું બન્યું?
241 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સ માટે કેપ્ટન હાર્દિક પંડયા ક્રીઝ પર હતો. ડાર્દિકે 40 રન બનાવી આક્રમક રમત બતાવી હતી, પરંતુ જેકબ ડફીની બોલિંગ પર શોટ મારવાના પ્રયાસમાં તે રોમારિયો શેફર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ડાર્દિક આઉટ થતાની સાથે જ કેમેરાની નજર કૃણાલ પંડયા પર પડી હતી. સામાન્ય રીતે પોતાના ભાઈની સફળતામાં ખુશ થતો કૃણાલ, આજે હાર્દિકની વિકેટ પડ્યા બાદ અત્યંત આક્રમક રીતે કૂદતો અને ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
