IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો.વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં,MI નો પંજાબ કિંગ્સ (PBKS) સામે એકતરફી પરાજય થયો. મુંબઈએ પંજાબ માટે 196 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ PBKS એ 7 વિકેટ બાકી રહેતા માત્ર 16.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ હાર સાથે, મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને સરકી ગયું છે અને પાંચ મેચમાં ફક્ત એક જ જીત મેળવી શક્યું છે.આ ખરાબ પ્રદર્શન વચ્ચે,ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે.
હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું
પંજાબ કિંગ્સ સામેની હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ દેખાયા હતા. તેમણે ટીમના પ્રદર્શન પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે હવે કેટલાક કઠિન નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. મેચ પછીની પ્રેઝન્ટેશનમાં, હાર્દિકે કહ્યું,આપણે કેટલાક કઠિન પ્રશ્નોના જવાબ આપવા પડશે. શું આપણે કેટલાક કઠિન નિર્ણયો લેવા જોઈએ કે હંમેશની જેમ ચાલુ રાખવું જોઈએ અને આશા રાખવી જોઈએ કે પરિસ્થિતિ સુધરશે?આ કેટલાક કઠિન પ્રશ્નો છે જેના જવાબ આપણે આપવા અને જવાબદારી લેવાની જરૂર છે. હાર્દિકે આગળ કહ્યું, "હું હમણાં વધારે કહેવા માંગતો નથી. આપણે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવાની જરૂર છે અને જોવાની જરૂર છે કે આપણે ક્યાં ઓછા પડી રહ્યા છીએ. શું આ વ્યક્તિગત સમસ્યા છે, જૂથ સમસ્યા છે કે આયોજન સમસ્યા છે? આપણે બેસીને આ અંગે ચર્ચા કરીશું અને નક્કી કરીશું કે આપણે આગળ શું કરી શકીએ છીએ.












