IPL 2026 ની 12મી મેચ રદ કરવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. રદ થયા બાદ, શ્રેયસ ઐયરની બહેનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તે શાહરૂખ ખાનની ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સનો મજાક ઉડાવતી જોવા મળી રહી છે. ઈડન ગાર્ડન્સ ખાતેની મેચ રદ થવાથી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે.
IPL સીઝન માટે ઈડન ગાર્ડન્સ ખાતેની મેચ રદ
જોકે,કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR અને PBKS વચ્ચેની મેચ રદ કરવામાં આવી હોય તેવું આ પહેલીવાર નથી. ગયા સીઝનમાં, વરસાદે પણ આ બંને ટીમો વચ્ચેની મેચમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું. IPL 2025 માં, કોલકાતા અને પંજાબ 26 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે ટકરાયા હતા, પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી.તે મેચમાં, PBKS એ પ્રથમ બેટિંગ કરતા 201રન બનાવ્યા હતા.પરંતુ જ્યારે KKR રનનો પીછો કરવા મેદાનમાં આવ્યું, ત્યારે વરસાદે વિક્ષેપ પાડ્યો, અને તેમનો દાવ 7 રનથી આગળ વધી શક્યો નહીં. આ વખતે, IPL ની સતત બીજી સિઝનમાં, વરસાદે તેની અસર બતાવી છે. એક જ મેદાન પર એક જ બે ટીમો વચ્ચે રમાયેલી બીજી મેચ રદ કરવામાં આવી છે.આ વખતે,પ્રથમ ઇનિંગ પણ પૂર્ણ થઈ ન હતી.પરિણામે, મેચ રદ થયા પછી,પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા અને KKR એ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું હતું.













