ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026માં મહેન્દ્ર સિંહ ધોનીની વાપસીને લઈને ફેન્સ સતત રાહ જોઈ રહ્યા છે.એવી આશા હતી કે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ધોની મેદાન પર જોવા મળશે,પરંતુ એવું બન્યું નહીં જ્યારે ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી ત્યારે ધોનીનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું.આનાથી તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા.મેચ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી અને ધોનીની ઈજા અંગે અપડેટ આપ્યું હતું.હસીએ કહ્યું હતું કે,તે ટૂંક સમયમાં રમી શકે છે,પરંતુ તે હજુ સુધી 100 ટકા ફિટ નથી.તે નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને વાપસી કરવા માટે તૈયાર છે.પરંતુ તેને વિકેટો વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી છે.અમે અને ચાહકો બંને તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
ધોનીને આખરે સમસ્યા શું છે?
44 વર્ષીય ધોની હાલમાં પગની માંસપેશીઓની ઈજાથી પીડાઈ રહ્યો છે. સીઝનની શરૂઆત પહેલા પ્રેક્ટિસ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આ જ કારણ છે કે તે આ સીઝનમાં રમી શક્યો નથી. અહેવાલો અનુસાર, ધોનીની વાપસી હવે આગામી બે મેચમાં શક્ય માનવામાં આવે છે. તે 26 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે અથવા 2 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે મેદાનમાં પાછો ફરી શકે છે.












