અનુભવી ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન માને છે કે સંજુ સેમસન ભવિષ્યમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સંજુએ કોઈને બદલવા કરતાં પોતાની ઓળખ બનાવવી જોઈએ. સેમસન વર્તમાન IPL સીઝનમાં CSK ટીમનો ભાગ છે. તે ચેન્નાઈ માટે પોતાની પહેલી સીઝન રમી રહ્યો છે.CSKની કેપ્ટનશીપમાં થયેલા ફેરફારો વિશે બોલતા, અશ્વિને કહ્યું કે આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે રવિન્દ્ર જાડેજાને ટૂંકા ગાળા માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જોકે તે નિર્ણય અપેક્ષા મુજબ સફળ સાબિત થયો ન હતો, અને પછી ગાયકવાડને જવાબદારી સોંપવામાં આવી હતી.

જાડેજાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી

રવિચંદ્રન અશ્વિને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે  જ્યારે રવીન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, ત્યારથી ફ્રેન્ચાઇઝીમાં બદલાવની શરૂઆત થઈ હતી. જો કે, જાડેજા પોતાના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં સફળ રહ્યો નહીં અને ત્યાર બાદ ફરી મહેન્દ્ર સિંહ ધોનીને જવાબદારી સોંપવામાં આવી.

અશ્વિને સંજુ સેમસનનું નામ આપ્યું 

આ પછી છેલ્લા બે-ત્રણ વર્ષમાં ઋતુરાજ ગાયકવાડ અને કોચ સ્ટીફન ફ્લેમિંગએ ટીમને સંભાળવામાં મોટી ભૂમિકા ભજવી છે. રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે હવે ધીરે-ધીરે આગામી પેઢીના ખેલાડીઓને આગળ લાવવાનો સમય આવી ગયો છે. આ વાત કરતાં અશ્વિને સંજુ સેમસનનું નામ લીધું. અશ્વિને કહ્યું કે તે કોઈ જ્યોતિષી નથી, પરંતુ તેને એવું લાગે છે કે ભવિષ્યમાં સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ જરૂર કરશે.
અશ્વિને સંજુને કેપ્ટનશીપ અંગે ખાસ સલાહ આપી
અશ્વિને ભાર મૂક્યો કે સંજુએ ભૂતકાળના કેપ્ટનોના પગલે ચાલવાનું દબાણ ન અનુભવવું જોઈએ. તે ધોનીના યુગનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આ સંદર્ભમાં બોલતા, તેણે કહ્યું, હું નથી ઈચ્છતો કે સંજુ કોઈનું સ્થાન લે કે બીજા કોઈનો વારસો આગળ ધપાવવાનો પ્રયાસ કરે. આપણે બીજાની જેમ જીવવાની કે રમવાની જરૂર નથી." સંજુની પોતાની અનોખી શૈલી છે, અને હું ઈચ્છું છું કે તે પોતાની કેપ્ટનશીપ પર પોતાની છાપ છોડી દે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે કોઈ બીજાના પગલે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. પછી આપણે આપણું પોતાનું જીવન જીવતા નથી, પરંતુ બીજાની અપેક્ષાઓ પૂરી કરતા હોઈએ છીએ. હું ક્યારેય સંજુને એવું કરતા જોવા માંગતો નથી.


  • Follow us on: