રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને સજા જાહેર થઇ છે.   ડ્રેસિંગ રૂમની અંદર ઈ-સિગારેટ પીવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટને ન્યુ ચંદીગઢમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચ દરમિયાન આ ભૂલ કરી હતી. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે તેની સામે  શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. 


રિયાન પરાગને શું સજા મળી?

ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ  પીવા બદલ સજા તરીકે, રિયાન પરાગની મેચ ફીના 25 ટકા કાપવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેના પર 25 ટકા દંડ લાદવામાં આવ્યો છે. વધુમાં તેના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. રિયાન પરાગ પહેલા IPLમાં ઘણા ખેલાડીઓને દંડનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઇ સિગરેટ ફૂંકવા બદલ દંડ ભોગવનાર પ્રથમ ખેલાડી છે.  રિયાન પરાગને IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેણે મેચ રેફરી અમિત શર્મા સમક્ષ પણ  કબૂલાત કરી છે.

ભારતમાં ઇ સિગરેટનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. 

2019 થી ભારતમાં વેપિંગ એટલે કે ખાસ કરીને ઈ-સિગારેટનો ઉપયોગ  પર પ્રતિબંધ છે. BCCI ના નિયમો અનુસાર કેટલાક નિયુક્ત વિસ્તારો સિવાય, ધૂમ્રપાન અને વેપિંગ પર કડક પ્રતિબંધ છે. જો કે, રિયાન પરાગ ડ્રેસિંગ રૂમની અંદર જ આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો. ત્યારે શિસ્તભંગ બદલ તેની પર તેની મેચ ફીના 25% દંડ લાદવામાં આવ્યો છે. જો કે આ પહેલો ક્રિકેટર નથી જેણે આમ કર્યુ હોય. આ પહેલા  એરોન ફિન્ચ 2020 માં આવું કરતા જોવા મળ્યા હતાો.  એબી ડી વિલિયર્સ પણ SA20 મેચો દરમિયાન આ પ્રકારના વર્તનમાં સામેલ હતા.

કેપ્ટનશીપ હિટ રિયાન પરાગ 

મહત્વનું છે કે 2026ની આઈપીએલ સીઝનમાં રિયાન પરાગે અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં 14.6 ની સરેરાશ જાળવી રાખીને 117  રન બનાવ્યા છે. તેનો  સ્ટ્રાઈક રેટ 124.4 નો સામાન્ય છે. જોકે, ખુશીની વાત એ છે કે રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનની ટીમ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે.




  • Follow us on: