પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે.તેને ભવિષ્યનો સ્ટાર ગણાવતા ઐયરે કહ્યું કે તેની પાસે જબરદસ્ત પ્રતિભા છે.રવિવારના લખનૌ અને પંજાબ વચ્ચેની મેચ બાદ શ્રેયસે આ નિવેદન આપ્યું હતું.માત્ર 15વર્ષની ઉંમરે,સૂર્યવંશી ટુર્નામેન્ટની સૌથી રોમાંચક વાર્તાઓમાંની એક તરીકે ઉભરી આવ્યો છે. તેણે છ ઇનિંગ્સમાં 246 રન બનાવ્યા છે.જેનો સ્ટ્રાઇક રેટ 236થી વધુ છે. ટોચના ક્રમમાં તેની નિર્ભય બેટિંગે રાજસ્થાનને માત્ર મજબૂત શરૂઆત જ આપી નથી પરંતુ સમગ્ર લીગમાં પણ ધ્યાન ખેંચ્યું છે.


ઐયરે વૈભવ વિશે શું કહ્યું

ઐયરે કહ્યું,તે એક જબરદસ્ત પ્રતિભા છે.અને તેને વર્ણવવા માટે વપરાતા બધા વિશેષણો ઓછા પડી જશે.ડિલિવરી પહેલાં તેનું બેટ જે રીતે વહે છે, તેની લય અને ગતિ, હું માનું છું કે તે ભવિષ્ય માટેનો ખેલાડી છે." ઐયરની પ્રશંસા ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે પોતે આ સિઝનમાં ઉત્તમ ફોર્મમાં છે. પંજાબના કેપ્ટને છ ઇનિંગ્સમાં 208 રન બનાવ્યા છે.

ભવિષ્યમાં સ્ટાર ખેલાડી બનશે

ઐયરે કહ્યું,જ્યારે પણ હું ખેલાડીઓ સાથે વાત કરું છું, ત્યારે મારી પાસે એક જ સંદેશ હોય છે કોઈનું અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો. જ્યારે તમે તમારી રીતે નિર્ભય અને આક્રમક હોવ છો, ત્યારે તમારે કોઈની નકલ કરવાની જરૂર નથી.ઐયરે સમજાવ્યું કે પંજાબના ટોચના ક્રમની સફળતા માટે આ માનસિકતા મહત્વપૂર્ણ રહી છે.સૂર્યવંશીનો પ્રભાવ એવો રહ્યો છે કે IPL સાથે સંકળાયેલ ભાગ્યે જ કોઈ ખેલાડી કે ટીમ તેના પ્રદર્શનથી અસ્પૃશ્ય રહી છે. સાથી ખેલાડીઓથી લઈને વિરોધીઓ સુધી, દરેક વ્યક્તિ તેના શોટ અને સંયમની પ્રશંસા કરી રહ્યા છે. ઐયરે સ્વીકાર્યું કે તેની ક્ષમતાઓનું શબ્દોમાં સંપૂર્ણ વર્ણન કરવું મુશ્કેલ છે.

ઐયરનું શાનદાર પ્રદર્શન

નોંધનીય છે કે શ્રેયસ અય્યર પોતે પણ આ સીઝનમાં ફોર્મમાં છે અને તેણે 6 ઇનિંગ્સમાં 208 રન બનાવ્યા છે. અય્યરે યુવા ખેલાડીઓને સલાહ આપતા કહ્યું કે, ક્યારેય કોઈની નકલ કરવાનો પ્રયાસ ન કરો. જ્યારે તમે તમારી પોતાની રીતે નીડર થઈને રમો છો, ત્યારે તમારે કોઈને કોપી કરવાની જરૂર રહેતી નથી. વૈભવની કાબિલિયત જોઈને વિરોધી ટીમના ખેલાડીઓ પણ તેના સંયમ અને શૉટ્સના વખાણ કરતા થાકતા નથી.

આ પણ વાંચો - SRHનો માસ્ટર પ્લાન,23 કરોડના આ ખેલાડી સામે દિલ્હીના બોલરોનું વધ્યું ટેન્શન!



  • Follow us on: