વૈભવ સૂર્યવંશીએ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો લગાવીને મહેફિલ લૂંટી લીધી હતી. વૈભવે બુમરાહની ઓવરમાં ત્રણ બોલમાં બે છગ્ગા લગાવીને ઓવરને મોટી બનાવી દીધી હતી.ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં વરસાદના કારણે મેચ મોડી થઈ હતી. પણ જ્યારે મેચ શરૂ થઈ તો વૈભવ અને યશસ્વી જાયસવાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. આ દરમ્યાન વૈભવનો સામનો જસપ્રીત બુમરાહ સામે થયો.વૈભવનો બિંદાસ્ત અંદાજ જોઈ ખુદ બુમરાહ પણ હસવા લાગ્યો હતો.
બુમરાહના પહેલા બોલ પર ગગનચુંબી છગ્ગો
પહેલી જ ઓવરમાં યશસ્વીએ ચોગ્ગા-છગ્ગા ઉડાવતા કુલ 22 રન ઠોકી દીધા અને ટીમને તોફાની શરૂઆત અપાવી. વૈભવ સૂર્યવંશી પણ ક્યાં હાર માનવાનો હતો. બીજી ઓવરમાં તેને સ્ટ્રાઈક મળી. સામે હતો જસપ્રીત બુમરાહ. વૈભવનો આ શોટ જોઈ ખુદ બુમરાહના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. બુમરાહનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ત્રણ બોલમાં લગાવ્યા બે છગ્ગા
બીજા જ બોલ પર તેણે સિંગલ લઈ યશસ્વીને સ્ટ્રાઈક આપી, જે બાદ ત્રીજા બોલ પર યશસ્વીએ પણ સિંગલ લીધો. આ વખતે બુમરાહની એક સ્લોઅર બોલને જોતા વૈભવે મિડવિકેટ બાઉન્ડ્રી પર સ્ટેંડ્સમાં પહોંચાડી દીધો. જો કે ઓવરના બાકી બોલ ડોટ રહ્યા હતા.
વૈભવ સૂર્યવંશી આ દિવસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડશે!
પરંતુ વૈભવ સૂર્યવંશી સંપૂર્ણપણે તૈયાર છે. ગુવાહાટીમાં, તેણે બુમરાહ સામે પાવરપ્લેમાં બે છગ્ગા ફટકાર્યા છે, અને તે પણ તેના ફક્ત ત્રણ બોલમાં. હવે, 24 મેના રોજ, જ્યારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ IPL 2026 માં ફરી ટકરાશે, ત્યારે વૈભવ સૂર્યવંશી વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી શકે છે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મહત્વની વાત એ છે કે વૈભવ સૂર્યવંશી વિરાટ કોહલી કરતા ઘણી ઝડપી ગતિએ બુમરાહ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડતો જોવા મળશે.
આ પણ વાંચો - IPL 2026 : દિલ્હીમાં DC vs GT વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?