જ્યારે પણ દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં ઉતરે છે ત્યારે તેની નજરમાં હંમેશા એક રેકોર્ડ રહે છે. હાલમાં IPLમાં રમી રહ્યો છે તેણે ચાલુ સિઝનની 34મી મેચમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે IPL ઇતિહાસમાં 800 ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. વિરાટના નામે જ IPL માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ સાથે જ આ ઈનિંગમાં એક સિક્સર ફટકારતા જ આઈપીએલ કરીયરમાં 300 સિક્સર પૂર્ણ કરી હતી.
વિરાટ કોહલી યાદીમાં ટોચ પર
IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેનની વાત કરીએ તો વિરાટ કોહલી યાદીમાં ટોચ પર છે. તેણે અત્યાર સુધી 274 મેચમાં 803 ચોગ્ગા માર્યા છે. ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવન બીજા ક્રમે છે.ધવને 222 IPL મેચમાં 768 ચોગ્ગા માર્યા છે. ડેવિડ વોર્નર 663 ચોગ્ગા સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. રોહિત શર્મા પણ યાદીમાં છે જે 276 મેચમાં 653 ચોગ્ગા સાથે ચોથા ક્રમે છે.અજિંક્ય રહાણે આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે 205 મેચમાં 522 ચોગ્ગા માર્યા છે.
IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન
વિરાટ કોહલી: 803* ચોગ્ગા
શિખર ધવન: 768 ચોગ્ગા
ડેવિડ વોર્નર: 663 ચોગ્ગા
રોહિત શર્મા: 653 ચોગ્ગા
અજિંક્ય રહાણે: 522 ચોગ્ગા
કોહલીએ IPLમાં 300 છગ્ગા ફટકાર્યા
ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં એક છગ્ગા સાથે કોહલીએ IPLમાં 300 છગ્ગા ફટકાર્યા, જે આમ કરનાર ત્રીજો બેટ્સમેન બન્યો. ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલ IPLમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ધરાવે છે. ગેઇલે તેની કારકિર્દીમાં 142 મેચમાં 357 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માએ 276 મેચમાં 310 છગ્ગા ફટકાર્યા છે, જે તેને યાદીમાં બીજા ક્રમે છે. વિરાટ કોહલીએ 274 મેચમાં 300 છગ્ગા ફટકાર્યા છે, જે તેને યાદીમાં ત્રીજા ક્રમે છે.
IPLમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન
ક્રિસ ગેલ: 357 છગ્ગા
રોહિત શર્મા: 310 છગ્ગા
વિરાટ કોહલી: 300 છગ્ગા
એમએસ ધોની: 264 છગ્ગા
એબી ડી વિલિયર્સ: 251 છગ્ગા
IPL 2026 માં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. કોહલી આ સિઝનમાં 33 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. તેના પછી CSK ના સંજુ સેમસનનો નંબર આવે છે, જેમણે IPL 2026 માં 31 ચોગ્ગા ફટકાર્યા છે.
વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 800 ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી. કોહલીએ તેની 266મી કારકિર્દીની ઇનિંગમાં 800 ચોગ્ગા ફટકાર્યા.
આ પણ વાંચો - RCB vs GT : RCBએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું ,વિરાટ કોહલી ધમાકેદાર ઇનિંગ