ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં IPL 2026 ના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવામાં વ્યસ્ત છે, પરંતુ મેદાનની બહાર તે એક અજીબ વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં વિરાટ કોહલી પોસ્ટ લાઈક કરવાને લઈને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જર્મન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લિઝલાઝ (Lizlaz) ની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કોહલીએ લાઇક કરી હોવાનો સ્ક્રીનશોટ વાયરલ થતાં નેટીઝન્સમાં હલચલ મચી ગઈ છે.
શું છે પોસ્ટ લાઈકનો સમગ્ર મામલો?
ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ ઝડપથી ફેલાયો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીએ લિઝલાઝની તસવીર લાઇક કરી છે. આ વાત બહાર આવતાની સાથે જ ચાહકોએ રમુજી ટિપ્પણીઓ અને મીમ્સનો મારો ચલાવ્યો હતો. રેડિટ પર એક યુઝરે રમૂજમાં લખ્યું, "અનુષ્કા ભાભી ગુસ્સે થશે," જ્યારે બીજાએ સલાહ આપી કે "ચીકુ, હવે પ્રાઇવેટ આઈડી બનાવી લો!" જોકે, ઘણા લોકો તેને અલ્ગોરિધમની ભૂલ પણ ગણાવી રહ્યા છે.
અગાઉ અવનીત કૌર સાથે પણ સર્જાયો હતો વિવાદ
આ પહેલીવાર નથી જ્યારે કોહલી કોઈ સેલિબ્રિટીની પોસ્ટ લાઇક કરવા બદલ ચર્ચામાં આવ્યો હોય. અગાઉ અભિનેત્રી અવનીત કૌરની પોસ્ટ લાઇક કરવા પર પણ આવો જ વિવાદ થયો હતો. ત્યારે કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે ઇન્સ્ટાગ્રામ ફીડ ક્લિયર કરતી વખતે અલ્ગોરિધમની ભૂલને કારણે આવું થયું હતું અને તેમાં કોઈ ઈરાદો નહોતો. અવનીત કૌરે પણ તેની ફિલ્મ 'લવ ઇન વિયેતનામ' ના પ્રમોશન દરમિયાન આ મુદ્દે હસીને પ્રતિક્રિયા આપી હતી.
કોણ છે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર?
વિરાટ કોહલીએ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પોસ્ટ લાઈક કરી તે લિઝલાઝ છે. જે લોકપ્રિય જર્મન ડિજિટલ ક્રિએટર, ટ્રાવેલ વ્લોગર અને ગાયિકા છે. તે ખાસ કરીને ભારતમાં ખૂબ લોકપ્રિય છે કારણ કે તેણે મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગલુરુના સ્ટ્રીટ ફૂડ અને સંસ્કૃતિ પર અદ્ભુત વીડિયો બનાવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૪ લાખથી વધુ ફોલોઅર્સ છે અને તે દક્ષિણ આફ્રિકા સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો : Shreyas Iyerનો વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો જાદુ, રોહિત શર્મા રહ્યો દંગ