IPL 2026ની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરતાં અભિષેક શર્માનું ખરાબ ફોર્મ યથાવ જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અભિષેક શર્મા મેચના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. પોતાના હોમ ગ્રાઉન્ડ પર જોફ્રા આર્ચર વિરુદ્ધ એક મોટો શોટ રમવાના ચક્કરમાં તે થર્ડ મેનની દિશામાં રવિ બિશ્નોઈ દ્વારા કેચ આઉટ થઈ ગયો. બોલ જ્યારે હવામાં હતો, ત્યારે કાવ્યા મારનનું રિએક્શન જોવાલાયક હતું. અભિષેકના આઉટ થતાં જ સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિને પોતાનું માથું પકડી લીધું હતું.
અભિષેક શર્માનું નિરાશાજનક પ્રદર્શન
અભિષેક શર્માનું નિરાશાજનક પ્રદર્શન . હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્યારે સન્નાટો છવાઈ ગયો, જ્યારે અભિષેક શર્મા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો. છેલ્લી 17 ઈનિંગ્સમાં તે સાતમી વાર શૂન્ય પર આઉટ થયો છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર 13 એપ્રિલની સાંજે જોફ્રા આર્ચર વિરુદ્ધ મોટો શોટ રમવાના ચક્કરમાં તે થર્ડ મેનની દિશામાં રવિ બિશ્નોઈ દ્વારા કેચ આઉટ થઈ ગયો.બોલ જ્યારે હવામાં હતો, ત્યારે કાવ્યા મારનનું રિએક્શન જોવા લાયક હતું. અભિષેક આઉટ થતાં જ સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિને પોતાનું માથું પકડી લીધું.
અભિષેક શર્માનું છેલ્લી 17 ઈનિંગ્સમાં પ્રદર્શન
0(1), 74(28), 0(2), 48*(21), 7(8), 52(21), 9(7), 10(11), 55(30), 15(12), 0(3), 0(4), 0(1), 30(16), 0(1), 68*(20), 0(1)
અભિષેક શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
ટ્રેવિસ હેડ સાથે ઓપનિંગ કરતા અભિષેકે આક્રમક શોટ રમવાની કોશિશ કરી હતી. પણ બેટના ઉપરના ભાગે લાગ્યો. ડીપમાં ઊભેલા રવિ બિશ્નોઈએ કોઈ ભૂલ કરી નહીં અને સરળ કેચ પકડી લીધો. રન બનાવ્યા વિના આઉટ થવાથી નિરાશ અભિષેક પેવેલિયન પરત ફરતા નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. કૂપર કોનલી 17 ઈનિંગ્સમાં ચાર શૂન્ય સાથે આ યાદીમાં બીજા સ્થાન પર છે.
આ પણ વાંચો -