આખરે જેની દરેક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે દિવસ સામે આવી ગયો છે. આઇપીએલ 2026 માટે એટલે કે આજે 16 ડિસેમ્બર 2025 અબુ ધાબી સ્થિત એતિહાદ એરિનામાં ક્રિકેટરોનું મિની ઓક્શનની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. દરેકની નજર એ ક્રિકેટરો પર ટકેલી છે. જે આ સિઝનમાં સૌથી મોંઘા ક્રિકેટર બનીને ઉભરશે.
સૌથી ઉપર નામ આવે છે ઋષભ પંતનુ
આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 10 મોંઘા ક્રિકેટર વિશે જાણીએ તો સૌથી ઉપર નામ આવે છે ઋષભ પંતનુ. આઇપીએલ 2025ના મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટસની ટીમે 27 કરોડની રેકોર્ડ બ્રેક બોલી લગાવતા ઋષભ પંતને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
ત્રીજા સ્થાન પર મિચેલ સ્ટાર્ક કાબિઝ
પંત બાદ આવે છે નામ શ્રેયસ અય્યરનું જેણે પંજાબ કિંગ્સની ટીમે છેલ્લી સિઝનમાં 26.75 કરોડમાં ખરીદ્યો હતો. ત્રીજા સ્થાન પર મિચેલ સ્ટાર્ક કાબિઝ છે. સ્ટાર્કને આઇપીએલ 2024માં ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચોથા નંબર પર વેંકટેશ અય્યર 23.75 કરોડ અને પાંચમાં નંબર પર 23 કરોડ સાથે હેનરિક ક્લાસેનને ખરીદવામાં આવ્યો હતો.
આરસીબીની ટીમે 2024માં વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સાતમા સ્થાન પર નિકોલસ પૂરન કાબિઝ છે. પૂરન લખનઉમા સુપર જાયન્ટ્સની ટીમે 2024માં 21 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઠમાં સ્થાન પર પેટ કમિન્સનું નામ આવે છે. આઇપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 18.50 કરોડની સાથે સેમ કરન નવમાં સ્થાન પર જ્યારે 10માં નંબર પર આવે છે અર્શદીપ જેને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલ ઇતિહાસના 10 સૌથી મોંઘા ક્રિકેટર્સ
27 કરોડ – ઋષભ પંત – લખનૌ સુપર જાયન્ટ્સ
26.75 કરોડ – શ્રેયસ ઐય્યર – પંજાબ કિંગ્સ
24.75 કરોડ – મિચેલ સ્ટાર્ક – કોલકાતા નાઇટ રાઇડર્સ
23.75 કરોડ – વેંકટેશ ઐય્યર – કોલકાતા નાઇટ રાઇડર્સ
23 કરોડ – હેનરિક ક્લાસેન – સનરાઇઝર્સ હૈદરાબાદ
21 કરોડ – વિરાટ કોહલી – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
21 કરોડ – નિકોલસ પૂરન – લખનૌ સુપર જાયન્ટ્સ
20.50 કરોડ – પેટ કમિન્સ – સનરાઇઝર્સ હૈદરાબાદ
18.50 કરોડ – સેમ કરન – પંજાબ કિંગ્સ
18 કરોડ – અર્શદીપ સિંહ – પંજાબ કિંગ્સ
આ પણ વાંચોઃ