IPL 2026માં રવિવારે RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડેના મેદાન પર મહા મુકાબલો રમાયો હતો. આ ટક્કર વચ્ચે વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. કોહલી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ફેંકતો જોવા મળી રહ્યો છે. કોહલીના આ વિરાટ ગુસ્સાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાનખેડેમાં શું થયું
મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં કોહલીએ 38 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ હાર્દિક પંડ્યાની ઓવરના ફુલ ટોસ બોલ પર કોહલીએ હવાઈ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શોટ દરમિયાન બેટ તેના હાથમાં ફરી ગયું અને બોલ સીધો લોન્ગ-ઓન પર ઉભેલા સૂર્યકુમાર યાદવના હાથમાં ગયો હતો.
ગુસ્સામાં જોવા મળ્યો 'કિંગ કોહલી'
આઉટ થયા બાદ કોહલી ઘણો નિરાશ જોવા મળ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ અને હેલ્મેટ જમીન પર ફેંકી દીધા હતા. તેનું આ રિએક્શન સ્પષ્ટપણે બતાવે છે કે તે પોતાની ઈનિંગને વધુ મોટી બનાવવા માગતો હતો, પરંતુ જલદી આઉટ થવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો.
રજત પાટીદારે રમી આક્રમક ઈનિંગ
કોહલી અને સોલ્ટે પહેલા જ બોલથી તોફાની શોટ ફટકાર્યા હતા. સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન ઝીંકી દીધા હતા, પરંતુ અસલી રમત તેની વિકેટ પડ્યા બાદ શરૂ થઈ હતી.
બુમરાહને આ મેચમાં પણ વિકેટ ન મળી
કોહલીએ ભલે આ મુકાબલામાં ફિફ્ટી ફટકારી, પરંતુ તે મોટા શોટ મારવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, મુંબઈ માટે સૌથી મોંઘો બોલર ટ્રેન્ટ બોલ્ટ રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 50 રન ખર્ચ્યા હતા. બુમરાહ આ મેચમાં પણ વિકેટ લઈ શક્યો નહોતો, જોકે તેણે માત્ર 35 રન જ આપ્યા હતા.
આ પણ વાંચો - IPL 2026: શું ધોની બાદ રોહિત અને વિરાટ પણ થશે બહાર? ઈજા અંગે એક મોટી અપડેટ સામે આવી