દેશની દિકરી જેસ્મિન લેંબોરિયાએ કમાલ કરી દીધો.વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025ની 57 કિગ્રા કેટેગરીમાં તેમેણે ગોલ્ડ મેડલ મેળવીને દેશવાસીઓના ચહેરા પર ખુશીઓ ફેલાવી દીધી છે. દરેક વ્યક્તિ તે દિકરીના વખાણ કરી રહ્યા છે. ફાઇનલ મેચમાં તેમનો સામનો પોલેન્ડની જૂલિયા સેરેમેટાની સાથે થયો હતો. જ્યાં તેમણે પોતાના વિપક્ષી સ્પ્લિટ નિર્ણયથી માત આપી. જેસ્મિનની આ જીત એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતે આ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જૂલિયાએ હાલમાં જ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સારૂં પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

બીજા રાઉન્ડમાં જબરદસ્ત વાપસી કરી

મીડિયા રિપોટ્સ પ્રમાણે પહેલા રાઉન્ડમાં જેસ્મિન જૂલિયાથી પાછળ ચાલી રહી હતી. પરંતુ તેમણે પોતાનો જુસ્સો બનાવી રાખ્યો અને બીજા રાઉન્ડમાં જબરદસ્ત રીતે વાપસી કરી. ત્યાર બાદ તેમણે આખી મેચ દરમિયાન પાછળ વળીને ન જોયુ અને પરિણામ એ રહ્યુ કે મેચના 4-1થી તેણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં દેશનો ઝંડો ગાડ્યો

ફાઇનલ મેચમાં મળેલી જીત બાદ જેસ્મિન ખૂબ જ ખુશ જોવા મળી હતી. મેચ બાદ તેમણે કહ્યુ કે પેરિસ ઓલિમ્પિક્સમાં તેમનુ પ્રદર્શન સારૂં નહોતુ. જેના કારણે તેમાંથી તેમને જલ્દી બહાર જવુ પડ્યુ. જેના કારણે તે હતાશ થઇ ગઇ હતી. જેસ્મિન બેંબોરિયોએ જ્યાં બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં દેશનો ઝંડો ગાડ્યો. ત્યાં બીજી તરફ પૂજા રાનીને સફળતા હાથ ન લાગીય 80 કિગ્રા કેટેગરીમાં તે સેમીફાઇનલથી જ આગળ ન વધી શકી. જેને કારણે તેને બ્રોન્ઝ મેળવીને જ સંતોષ માનવો પડ્યો. સેમીફાઇનલ મુકાબલામાં પૂજા રાનીની સામે એમિલી એસ્ક્રિથ રમી રહી હતી.

  • Follow us on: