કમલજીત અને સુરુચિએ કમાલ કરી બતાવી છે! ભારતે મિક્સ્ડ ટીમ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મહિલા ક્રિકેટ ટીમની જીત બાદ, લાંબી રાહ જોયા પછી આખરે ભારતને એશિયન ગેમ્સમાં તેનો બીજો સુવર્ણ ચંદ્રક મળ્યો છે. કમલજીત અને સુરુચિનું કેવું શાનદાર પ્રદર્શન! ભારતને આખરે શૂટિંગ રેન્જ પર વધુ એક સુવર્ણ પદક વિજેતા જોડી મળી ગઈ છે.

એશિયન ગેમ્સ 2026

સ્પર્ધાના અંતિમ પરિણામો

આખરે ભારતે 6.6 પોઈન્ટ્સના અંતરથી વિજય મેળવીને લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ ગોલ્ડ હાંસલ કર્યો. મિક્સ્ડ ટીમ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાના અંતિમ પરિણામો જોઈએ તો ગોલ્ડ સાથે ભારત — 484.6, સિલ્વર સાથે દક્ષિણ કોરિયા — 478.0, બ્રોન્ઝ મેડલ સાથે ઈરાન — 415.8 પોઇન્ટ હતા. જયારે 349.4, મેળવનાર ઈન્ડોનેશિયા સ્પર્ધામાંથી બહાર થઈ ગયું.

કમલજીત અને સુરુચિનું શાનદાર પ્રદર્શન

આજે એશિયન ગેમસના 6 દિવસે ભારતના શૂટર્સે સારી શરૂઆત કરી. કમલજીત અને સુરુચિએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો હતો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં કમલજીત અને સુરુચિનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે; 18 શોટ્સ બાદ ભારતનો સ્કોર 364.7 છે. ઇન્ડોનેશિયા ચોથા સ્થાને રહીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે, જેનાથી ભારતીય જોડીનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. 

ભારતીય પુરુષ ટીમે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં સિલ્વર મેડલ જીત્યો

કમલજીત અને સુરુચિએ ગોલ્ડ જીતી ભારતને મોટી સિદ્ધિ અપાવી. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મળ્યાના થોડા સમયમાં જ પુરુષોની 50 મીટર રાઇફલમાં પણ સિલ્વર મેડલ ભારતના ખાતામાં આવ્યો.  ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાક્ષ પાટીલ અને નીરજ કુમારે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. તોમર અને નીરજ હવે આજે બાદમાં વ્યક્તિગત ફાઇનલમાં ફરી સ્પર્ધા કરશે. આજે ફરી એશિયન ગેમ્સમાં ભારતે સારી શરૂઆત કરતા કુલ 19 મેડલ પ્રાપ્ત કર્યા.


આ પણ વાંચો : Indonesiaના અભિરામ યાદવને ICCમાં મોટી જવાબદારી, CECમાં એસોસિએટ સભ્યના પ્રતિનિધિ બન્યા