ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે, તે ફરીથી એક્શનમાં આવવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફરશે. તે 275 દિવસની ગેરહાજરી પછી એક્શનમાં પાછો ફરશે. 


2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેને કોઈપણ રમતમાં ભાગ લીધો ન હતો. નીરજ ચોપરાએ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજે ગયા વર્ષે દોહા ડાયમંડ લીગમાં 90 મીટર ભાલા ફેંક્યો હતો

નીરજ ચોપરાની પસંદગી દોહા ડાયમંડ લીગ માટે થઈ છે, જ્યાં તેને ગયા વર્ષે 90 મીટરથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47 દિવસની સખત ટ્રેનિંગ લઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.

નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ શકે છે

કોમનવેલ્થ ગેમ્સ આવતા મહિને ગ્લાસગોમાં યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે, તો ભારત પાસે ભાલા ફેંક સ્પર્ધામાં કુલ 3 એથ્લીટ હશે. બાકી રોહિત યાદવ અને યશવીર સિંહ, પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે. વધુમાં, આગામી દોહા ડાયમંડ લીગમાં પણ વિશ્વના બેસ્ટ એથ્લીટો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળશે. 

ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ તારંગા પથિરાજ જેવા અગ્રણી ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાનના સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં રમતા જોવા મળશે નહીં.

દોહા ડાયમંડ લીગમાં કેટલાક બેસ્ટ ભાલાધારી ખેલાડીઓ ભાગ લેશે

ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના લિસ્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (આ સિઝનનો શ્રેષ્ઠ થ્રો 86.08 મીટર), યુનાઈટેડ સ્ટેટ્સના કર્ટિસ થોમ્પસન (85.33 મીટર) અને ચેક રિપબ્લિકના જેકબ વેલ્સ (85.24 મીટર)નો સમાવેશ થાય છે. દોહા સ્પર્ધામાં, ભારતના નીરજ ચોપરાએ શાનદાર 90.23 મીટર ફેંક્યો હતો, પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના છેલ્લા (છઠ્ઠા) પ્રયાસમાં 91.06 મીટર ભાલા ફેંકીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો: Abhishek Sharma માહિરા શર્માને કરી રહ્યો છે ડેટ? ઈન્સ્ટાગ્રામની 'સીક્રેટ' પોસ્ટમાં થયો ખુલાસો!


  • Follow us on: