એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી જાપાનમાં શરૂ થવાની છે. ભારતીય ટીમને તાજેતરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 2026 સીઝનની બાકીની બધી સ્પર્ધાઓમાંથી બહાર થઈ ગયો છે. તેને સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. ફેન્સને આશા હતી કે તે ગોલ્ડ જીતશે.
પરંતુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ત્યારબાદ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં નીરજના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. હવે તે ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
નીરજ ચોપરાનું સ્થાન કોણ લેશે?
ઈજા છતાં નીરજ ચોપરાએ તાજેતરની કેટલીક સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. નીરજના સાથી અને પ્રખ્યાત ભાલા ફેંકનાર યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે તેને તેનું ઈનામ મળી ગયું છે. યશવીર એશિયન ગેમ્સમાં નીરજનું સ્થાન લેશે. યશવીરને એક મોટી તક મળી છે. તે એશિયન ગેમ્સમાં અજાયબીઓ કરી શકે છે.
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે એશિયન ગેમ્સ માટે નીરજ ચોપરાની જગ્યાએ યશવીર સિંહને સામેલ કર્યો છે. તેને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. નીરજ હાલમાં ઘાયલ છે. તેની ઈજાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. યશવીરના આવવામાં કોઈ સમસ્યા નહોતી."
યશવીર સિંહની સિઝન શાનદાર રહી
યશવીર સિંહે કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતીને બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેની ખૂબ ચર્ચા થઈ હતી. તેને ત્યાં પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. યશવીરે 85.41 મીટરનો થ્રો ફેંક્યો. કાશીનાથ નાયક (2010) અને નીરજ (2018, 2026) પછી તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય છે.
2026નું વર્ષ તેમના માટે શાનદાર રહ્યું છે. તેને 8 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી 6માં 80 મીટરથી વધુ થ્રો ફેંક્યા હતા. હવે, બધાની નજર યશવીર પર રહેશે. નીરજના સ્થાને સામેલ થવાથી તેના પર પણ દબાણ આવશે. તે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનનું કમબેક કરવા અને ભારત માટે મેડલ લાવવા માગશે.
આ પણ વાંચો: Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર