વિશ્વમાં રમતગમતના બે સૌથી મોટા મહાકુંભ  ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપ અને ક્રિકેટનો આઇસીસી વનડે વર્લ્ડ કપ જ્યારે ઇનામી રકમ (Prize Money) ની વાત આવે છે, ત્યારે બંને વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.ફૂટબોલની વૈશ્વિક પહોંચના કારણે ફિફા વર્લ્ડ કપની પ્રાઇઝ મની ક્રિકેટ વર્લ્ડ કપ કરતાં ઘણી ગણી વધારે છે. અહીં અમે ફૂટબોલ વર્લ્ડકપ અને ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામ રકમ વચ્ચેનો તફાવત સમજાવીએ છીએ.

ઇનામી રકમની સરખામણી

કેટેગરી ફિફા વર્લ્ડ કપ 2026ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપતફાવત
કુલ પ્રાઇઝ પૂલ$871 મિલિયન (આશરે ₹8,362 કરોડ)$10 મિલિયન (આશરે ₹83 કરોડ)ફિફા 87 ગણું વધારે 
ચેમ્પિયન $51 મિલિયન (આશરે ₹481 કરોડ)$4 મિલિયન (આશરે ₹33.2 કરોડ)ફિફા 12 ગણું વધારે 
રનર-અપ (Runner-up)$33 મિલિયન (આશરે ₹318કરોડ)$2 મિલિયન (આશરે ₹16.6 કરોડ)ફિફા 16 ગણું વધારે 
ભાગ લેનાર ટીમને $12.5 મિલિયન (આશરે ₹120 કરોડ)$100,000 (આશરે ₹83 લાખ)ફિફા 144 ગણું વધારે
શા માટે આટલો મોટો તફાવત છે?

આ તફાવત પાછળનું મુખ્ય કારણ રમતની ગ્લોબલ રીચ (Global Reach) અને બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ છે. ફૂટબોલ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં રમાય છે અને 2026  વર્લ્ડ કપમાં 48 દેશોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્પોન્સર્સ અને વૈશ્વિક દર્શકોની સંખ્યાના કારણે ફિફાની કમાણી અરબો ડોલરમાં થાય છે, જેમાંથી મોટો હિસ્સો ઇનામી રકમ તરીકે વહેંચાય છે.

વુમેન્સ T20 વર્લ્ડ કપ પ્રાઇઝમની કેટલી 

વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન ટીમ માટે US$2,340,000 ની ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ચલણમાં, આ આશરે ₹22 કરોડ થાય છે. ભારતીય મહિલા ટીમને ODI વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ₹4.48 મિલિયન મળ્યા હતા, જે ભારતીય ચલણમાં આશરે ₹39 કરોડ થાય છે.

ટીમને T20 વર્લ્ડ કપ જીતવા કેટલા પૈસા મળે છે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 જીત્યો હતો, અને ટીમ ઇન્ડિયાને ₹3 મિલિયન, અથવા આશરે ₹27 કરોડ, ઇનામી રકમ તરીકે મળ્યા હતા. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતાની ઇનામી રકમ આના કરતા ઘણી વધારે છે.

આ પણ વાંચો- Ferran Torres Love Story: કોચની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, પછી આ કારણે થયું બ્રેકઅપ