ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ જર્મનીમાં રમાયેલી હાઇલૉ ઓપન સુપર 500 ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સ ખિતાબ જીતી લીધો છે. રવિવાર, 1 નવેમ્બરે રમાયેલી ફાઇનલમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ ડેનમાર્કની લાઇન હોજમાર્ક કજર્સફેલ્ટને સીધી ગેમમાં હરાવી. આ સાથે સિંધુએ 2026ની પોતાની બીજી BWF વર્લ્ડ ટૂર ટ્રોફી જીતી અને સિઝનના અંતે યોજાનારી વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટેની દાવેદારી પણ મજબૂત બનાવી.
ફાઇનલમાં સિંધુનો એકતરફી દબદબો
વિશ્વમાં 8મા ક્રમે રહેલી સિંધુએ ફાઇનલમાં વિશ્વની 25મા ક્રમની ડેનમાર્કની ખેલાડી લાઇન હોજમાર્ક કજર્સફેલ્ટને 21-12, 21-14થી હરાવી. આ મુકાબલો માત્ર 39 મિનિટ ચાલ્યો હતો. સિંધુએ શરૂઆતથી જ રમત પર નિયંત્રણ રાખ્યું અને પોતાના શાનદાર સ્ટ્રોકપ્લેથી વિરોધી ખેલાડીને દબાણમાં રાખી. સિંધુ ટુર્નામેન્ટમાં બીજી ક્રમાંકિત ખેલાડી તરીકે ઉતરી હતી. ફાઇનલ પહેલાં કજર્સફેલ્ટ સામે તેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 6-1નો હતો. ડેનિશ ખેલાડીની સિંધુ સામેની એકમાત્ર જીત 2025ની સુદિરમન કપ ફાઇનલ્સમાં આવી હતી.
