મહિલા યૂરો કપ 2025માં ગુરુવારે રાત્રે ખૂબ જ રોમાંચક મેચ રમાઇ હતી. ઇંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચેની એવી મેચ રમાઇ હતી જેણે પ્રેક્ષકોના પૂરા પૈસા વસૂલ કરી આપ્યા હતા.


ઇંગ્લેન્ડે મેચમાં 3 ગોલ કર્યા હતા અને પહેલા સ્કોર બરાબર કર્યો હતો પછી પેનલ્ટી શૂટઆઉટમાં સ્વીડનને 3-2થી હરાવીને મહિલા યુરોપિયન ફુયબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલા યૂરોના ઇતિહાસમાં આમ પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ ટીમે નોકઆઉટ મેચમાં બે ગોલ પાછળ રહ્યા બાદ જીત મેળવી છે. મહિલા યૂરો કપમાં ગુરુવારે ઇંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઇ હતી. રમત સમાપ્ત થવાને 12 મિનિટનો સમય બાકી હતો ત્યારે ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડ બે ગોલ પાછળ હતું તેણે લૂસી બ્રોન્ઝ (79મી મિનિટ) અને સબસ્ટીટયૂટ મિશેલ અગ્યેમાંગ (81મી મિનિટ)ના ગોલની સ્કોર સરભર કર્યો હતો. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવીને ખિતાબની આશાને જીવિત રાખી હતી. આ પહેલા કોસોવરે અસ્લાનીએ સ્વીડનને મેચની બીજી મિનિટમાં જ લીડ અપાવી હતી. જેને બ્લેકસ્ટેનિયસે 25મી મિનિટમાં ગોલ કરીને બમણી કરી નાખી હતી. ઇંગ્લેન્ડનો સેમિફાઇનલમાં મંગળવારે ઇટાલી સામે મુકાબલો થશે. ઇટાલીએ પહેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં નોર્વેને 2-1થી હાર આપી હતી. ટૂર્નામેન્ટની ત્રીજી ક્વાર્ટર ફાઇનલ સ્પેન અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે રમાશે. શનિવારે ફ્રાન્સ અને જર્મની ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં રમશે.


  • Follow us on: