અંડર-19 ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીના નામે ઉમેરાયેલા રેકોર્ડ્સની સંખ્યા દરેક મેચ સાથે વધી રહી છે. તે ભારત અને ઇંગ્લેન્ડની અંડર 19 ટીમો વચ્ચે રમાઇ રહેલી યૂથ ટેસ્ટમાં રમી રહ્યો છે. પહેલી ટેસ્ટ બન્ને ટીમો વચ્ચે ડ્રો રહી હતી અને હવે બન્ને યુથ ટેસ્ટ ચેમ્સફોર્ડમાં છે. જેમાં વૈભવ સૂર્યવંશી પોતાના 200 રન પૂરા કરી શકે છે. કારણ કે વૈભવ સૂર્યવંશી યુથ ટેસ્ટમાં 200 રનથી ખૂબજ નજીક છે. એટલું જ નહીં ઇંગ્લેન્ડ અંડર 19 ટીમ વિરુધ્ધ યુથ ટેસ્ટમાં વૈભવ સૂર્યવંશી 7 છગ્ગા મારે છે તો તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરીને ઇતિહાસ રચી શકે છે.

200 રનથી નજીક છે વૈભવ સૂર્યવંશી
પ્રશ્ન એ થતો હશે કે હવે વૈભવ સૂર્યવંશી 200 રન પૂરાં કઇ રીતે કરશે ? 200 રનનો મતલબ તેના યુથ ટેસ્ટ કરિયરમાં બનાવેલાં કુલ રનોમાંથી છે. વૈભવ સૂર્યવંશીએ યુથ ટેસ્ટમાં ગયાં વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ ડેબ્યુ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટની 3 ઇનિંગ્સમાં તેણે 36 ની સરેરાશથી 1 સદી સાથે 108 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેમણે ઇંગ્લેન્ડ વિરુધ્ધ પહેલી અને પોતાના કરિયારની ત્રીજી યૂથ ટેસ્ટ રમી હતી. જેમાં તેણે બે ઇનિંગ્સમાં એક અર્ધશતક સાથે 70 રન બનાવ્યા હતા.

200 રન પૂરાં કરવાથી માત્ર 22 રન દૂર
ઇંગ્લેન્ડ અંડર 19 ટીમ સામે રમાનારી બીજી મેચ વૈભવના કરિયરની 4થી મેચ હશે. આ પહેલાં રમી ચૂકેલી 3 ટેસ્ટમાં તે 178 રન બનાવી ચૂક્યો છે. એટલે કે યૂથ ટેસ્ટમાં તે પોતાના કરિયરના 200 રન પૂરાં કરવાથી માત્ર 22 રન દૂર છે. જે ફોર્મમાં વૈભવ સૂર્યવંશી મેચ રમી રહ્યો છે. તેને જોતા ઇંગ્લેન્ડ અંડર 19 ટીમ વિરુધ્ધ રમાનારી ટેસ્ટમાં તેના 200 રન ચોક્કસથી પૂરાં થઇ શકે તેમ છે.

7 છક્કા અને વૈભવ રચશે ઇતિહાસ
વૈભવ સૂર્યવંશી 200 રનથી માત્ર 22 રન જ દૂર છે અને તે 7 છગ્ગા મારીને ઇતિહાસ રચી શકે છે. ઇંગ્લેન્ડ અંડર 19 વિરુધ્ધ રમાનારી બીજી ટેસ્ટમાં કોઇ પણ ઇનિંગ્સમાં તે 7 છગ્ગા  મારીને ઇતિહાસ રચી શકે છે. અત્યાર સુધી ભારત તરફથી યૂથ ટેસ્ટની એક ઇનિંગ્સમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ હરવંશ પંગાલિયાના નામે છે. તેણે આ સિધ્ધિ ગયાં વર્ષે રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરુધ્ધની મેચમાં મેળવી હતી અને વૈભવ સૂર્યવંશીએ આ સિરીઝમાં એક ઇનિંગ્સમાં 4 છક્કા માર્યા હતા. હવે જો ઇંગ્લેન્ડની અંડર 19 ટીમ વિરુધ્ધ સિરીઝના બીજા ટેસ્ટના કોઇ પણ ઇનિંગ્સમાં વૈભવ 7 છગ્ગા લગાવે છે તો તે યૂથ ટેસ્ટની એક જ ઇનિંગ્સમાં સૌથી વધારે છગ્ગામારનાર ભારતીય ખેલાડી બનશે.

  • Follow us on: