ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 1 ઓક્ટોબરથી ત્રણ મેચની T20 સિરીઝ  રમાશે.આ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે.આ અઠવાડિયાની શરૂઆતમાં પર્થમાં દોડધામ બાદ ઇંગ્લિસને જમણા પગમાં દુખાવો થયો હતો. સ્કેન બાદ, તેને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માંથી બહાર કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે એલેક્સ કેરીને T20 સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે.

T20શ્રેણીમાંથી બહાર થયા બાદ એલેક્સ કેરીએ શું કહ્યું?

જોશ ઇંગ્લિસે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે આ એવી વસ્તુ છે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી. તે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. તેથી નવી વસ્તુ પર કામ કરવા માટે નેટમાં સમય વિતાવી શકતો નથી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોશ ઈંગ્લીસના આંકડા

જોશ ઈંગ્લીસે 36 T20 મેચોમાં 30.27 ની સરેરાશથી 878 રન બનાવ્યા છે. 33 વનડેમાં તેણે 29.46 ની સરેરાશથી 766 રન બનાવ્યા છે. જોશ ઈંગ્લીસ 19 ઓક્ટોબરથી પર્થમાં શરૂ થનારી ભારત સામેની ત્રણ મેચની વનડે સિરીઝ પહેલા ટીમમાં વાપસી કરશે.


હાલમાં ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઘાયલ છે

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં સિરીઝ બદ્ધ ઈજાઓનો સામનો કરી રહી છે. ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ કમરના દુખાવાના કારણે રમતમાંથી બહાર છે. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને એશિઝ પહેલા શેફિલ્ડ શીલ્ડ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, મેથ્યુ શોર્ટ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, સીન એબોટ, બેન દ્વારશુઈસ, ઝેવિયર બાર્ટલેટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, મેટ કુહનેમેન
  • Follow us on: