સિંગાપોરમાં ચાલી રહેલી ICC મીટિંગમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. અત્યારના સમયમાં ઘણા દેશોમાં T20 લીગ રમાય છે. હવે બીજી T20 લીગ ફરી શરૂ થઇ રહી છે. મહત્વનું છે કે આ લીગ 2014 પછી બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે તે ફરી શરૂ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઘણા દેશોની ફ્રેન્ચાઇઝી ટીમો આ લીગમાં ભાગ લે છે. આ લીગે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું અને T20 ફોર્મેટની લોકપ્રિયતામાં પણ વધારો કર્યો હતો.

12 વર્ષ બાદ ફરીથી શરૂ થવા જઇ રહી છે T20 લીગ
T20 ક્રિકેટે છેલ્લા બે દાયકામાં ક્રિકેટની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખી છે. રોમાંચક મેચો અને મનોરંજને તેને દર્શકોનું પ્રિય બનાવ્યું છે. હવે, T20 ચેમ્પિયન્સ લીગ પણ પાછી આવવા જઈ રહી છે. જેમાં વિશ્વભરની ટોચની T20 ફ્રેન્ચાઇઝી ટીમો એકબીજા સામે રમશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 ચેમ્પિયન્સ લીગ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ફરીથી લોન્ચ કરવામાં આવશે.

T20 ચેમ્પિયન્સ લીગની પહેલી સીઝન 2008 માં શરૂ થઈ હતી અને છેલ્લી સીઝન 2014 માં રમાઈ હતી. છેલ્લી સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં જીતી હતી. એક રિપોર્ટ પ્રમાણે ICC બેઠકમાં સભ્યોમાં ચેમ્પિયન્સ લીગ T20 ની વાપસી પર પણ ચર્ચા થઈ છે. ICC સભ્યો આ T20 ટુર્નામેન્ટ ફરી શરૂ કરવા પર સર્વસંમતિથી ચર્ચા કરી રહ્યા હતા અને આવતા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પાછી લાવવાની યોજના છે.

ખેલાડીઓને અનેક પડકારનો સામનો કરવો પડશે
ચેમ્પિયન્સ લીગ ફરી શરૂ થાય ત્યારે ખેલાડીઓને પણ મોટો પડકારનો સામનો કરવો પડશે. વિશ્વના કેટલાક ટોચના T20 ખેલાડીઓ દર વર્ષે ઓછામાં ઓછા બે અને ઘણીવાર ચાર કે પાંચ અલગ અલગ ફ્રેન્ચાઇઝી લીગમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં, તેમણે નક્કી કરવું પડશે કે તેઓ T20 ચેમ્પિયન્સ લીગમાં કયા ક્લબ માટે રમશે.
  • Follow us on: