ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સીરિઝ રમાઈ રહી છે.જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને બીજી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.આ હાર બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.ICC એ ઓસ્ટ્રેલિયન ટીમને દંડ ફટકાર્યો છે.ઓસ્ટ્રેલિયાના ધીમા ઓવર રેટને કારણે તમામ ખેલાડીઓની મેચ ફીના 10ટકા કાપવામાં આવ્યા છે.ઓસ્ટ્રેલિયન ટીમ 102 રનથી મેચ હારી ગઈ અને હવે દંડ ફટકારવામાં આવ્યો છે.



ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો.

ન્યૂ ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બોલિંગ કરતી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ટીમ ઈન્ડિયા સામે 292 રન આપ્યા. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી, 91 બોલમાં 117 રન બનાવ્યા. દીપ્તિ શર્માએ પણ 40 રનની ઈનિંગ રમી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આઠ બોલરોનો ઉપયોગ કર્યો, અને ફક્ત બે બોલરો 10 ઓવર ફેંકી શક્યા. કુલ 15 વધારાના રન ચૂકવવામાં આવ્યા, જેના કારણે ઓવર રેટમાં વિલંબ થયો અને ટીમને દંડ ફટકારવામાં આવ્યો.


ઓસ્ટ્રેલિયાની બેટિંગલાઇ નિષ્ફળ રહી

બીજી વનડેમાં પણ ઓસ્ટ્રેલિયાની બેટિંગ નિષ્ફળ ગઈ.ટીમ ફક્ત 41 ઓવરમાં 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એલિસ પેરીએ 44 અને એનાબેલ સધરલેન્ડે 45 રન બનાવ્યા. અન્ય કોઈ ખેલાડીએ બેટિંગમાં યોગદાન આપ્યું નહીં, અને પરિણામે, ઓસ્ટ્રેલિયાએ ODI શ્રેણીમાં અજેય લીડ મેળવવાની તક ગુમાવી દીધી.જોકે ODI શ્રેણીમાં એક મેચ બાકી છે.ત્રીજી ODI 20 સપ્ટેમ્બરે દિલ્હીમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ શ્રેણી જીતશે.

  • Follow us on: