ભારત-પાકિસ્તાન મેચ એજબેસ્ટન સ્ટેડિયમ પર રમાવાની હતી જેને હવે રદ્દ કરવામાં આવી છે. આ મેચ રદ્દ થવાનું સૌથી મોટું કારણ 5 ક્રિકેટરોનો બહિષ્કાર છે. હવે સવાલ એ છે કે આ મેચની ટિકીટ ખરીદી ચૂકેલા ફેન્સનું શું થશે?

મેચ રદ્દ થવા પાછળનું કારણ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં 20 જુલાઇએ યોજાયેલી મેચ રદ્દ થઇ છે. આ મેચ રદ્દ થવા પાછળનું મુખ્ય કારણ 5 ભારતીય ક્રિકેટરોનું પાકિસ્તાન સામે મેચ રમાવાનો બહિષ્કાર છે. આ પાંચ ભારતીય ખેલાડીઓએ આ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારત-પાકિસ્તાન મેચ એજબેસ્ટન સ્ટેડિયમ પર રમાવવાની હતી. આ મેચ રદ્દ થવાની જાણકારી એજબેસ્ટન સ્ટેડિયમ અને WCLના એક્સ હેન્ડલ પર આપવામાં આવી છે.

ફેન્સને પૂરાં પૈસા પરત આપવામાં આવશે
એજબેસ્ટન સ્ટેડિયમે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે WCL ના ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે કન્ફોર્મ કર્યું છે કે 20 જુલાઇએ રમાવા વાળી ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થઇ ગઇ છે. તેમણે ફેન્સને અપીલ કરી છે કે આ મેચને નિહાળવા માટે સ્ટેડિયમ ન આવો. એટલું જ નહીં એજબેસ્ટન સ્ટેડિયમે પોતાના એક્સ હેન્ડલ પર એવી પણ જાણકારી આપી છે કે દરેક ફેન્સને પૂરે પૂરાં પૈસા પરત આપવામાં આવશે.

આ 5 ખેલાડીઓએ કર્યો બહિષ્કાર
ઇન્ડિયા ચેમ્પિયન્સે WCL 2025 માટે 15 ખેલાડીઓનું સિલેક્શન કર્યુ હતું. પરંતુ, તેમાંથી 5 ખેલાડીઓએ પાકિસ્તાન વિરુધ્ધ મેચ રમવાથી ઇનકાર કર્યો અને મેચ રદ્દ કરવામાં આવી. 5 ખેલાડીઓનું પાકિસ્તાન વિરુધ્ધ મેચમાંથી નામ પાછું લઇ લેવાનો મતલબ છે કે ભારત પોતાની પ્લેઇંગ ઇલેવન નહીં બનાવી શકે. જે પાંચ ખેલાડીઓએ પાકિસ્તાન વિરુધ્ધ મેચનો બહિષ્કાર કર્યો છે, તેમાં હરભજન સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને શિખર ધવન છે.

  • Follow us on: