શું ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે? શું તેઓ 2026ના T20 વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે? આ પ્રશ્નોના જવાબો હવે બહાર આવતા દેખાય છે.પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શક્ય છે.આનો અર્થ એ છે કે ક્રિકેટમાં બે કટ્ટર હરીફ ટીમો 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાની ધરતી પર ટકરાઈ શકે છે. પાકિસ્તાની પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી. આ માહિતી સંદેશ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.
પાકિસ્તાની પત્રકાર ભારત-પાકિસ્તાન મેચ અંગે અપડેટ આપે છે
પાકિસ્તાની પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે કે15 ફેબ્રુઆરીએ 2026ના ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ ભારતનો સામનો કરશે તેવી પ્રબળ શક્યતા છે. તેમણે આગળ લખ્યું છે કે પાકિસ્તાન સરકારના બે ઉચ્ચ અધિકારીઓએ તેમને શ્રીલંકામાં આ મેચ વિશે માહિતી આપી છે. તો, આ મોટી મેચ માટે તૈયાર રહો.













