T20I વર્લ્ડકપ 2026માં ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકારે આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટો નિર્ણય લીધો છેબાંગ્લાદેશના સમર્થનમાં ઉતરેલા પાકિસ્તાનને શરૂઆતમાં વર્લ્ડ કપમાં ભાગ લેવાનું પણ નક્કી નહોતું. જોકે, તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપમાં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ નહીં રમે. તેમણે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હવે પાકિસ્તાનની ટી-20 ટીમના કેપ્ટન સલમાન આગાએ આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

સલમાન આગાએ પોતાના નિવેદનમાં શું કહ્યું?

પાકિસ્તાને 1 ફેબ્રુઆરીએ લાહોરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 રમી હતી. મેચ પછી જ્યારે સલમાન આગાને આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું,અમે વર્લ્ડ કપમાં જઈ રહ્યા છીએ.આ અમારો નિર્ણય નથી અમે કંઈ કરી શકતા નથી.અમે ફક્ત તે જ કરીશું જે અમારી સરકાર અથવા PCB વડા અમને કરવાનું કહેશે." નોંધનીય છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ટી-20 સીરિઝ પાકિસ્તાનમાં રમાઈ રહી હતી. પાકિસ્તાને ત્રીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 112 રનથી હરાવ્યું. આ સાથે પાકિસ્તાને કાંગારૂ ટીમને ક્લીન સ્વીપ કરી અને સીરિઝ પણ જીતી લીધી હતી.

ICCના કડક વલણ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પણ આ સમગ્ર મામલાથી નારાજ હોવાનું કહેવાય છે. એક નિવેદનમાં, ICC એ જણાવ્યું હતું કે આવા નિર્ણયો વૈશ્વિક ક્રિકેટની ન્યાયીતા અને વિશ્વસનીયતા પર અસર કરે છે. ICC એ એ પણ સ્પષ્ટતા કરી કે તેને હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી. તેણે PCB ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી.

પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારત સાથે ગ્રુપ Aમાં 

ICC T20I વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થવાનો છે.પાકિસ્તાનને ભારત,નામિબિયા,નેધરલેન્ડ અને અમેરિકા સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.પાકિસ્તાન તેની બધી વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં રમશે.પાકિસ્તાન વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમશે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2009માં ફક્ત એક જ વાર જીત્યો છે. 2024 વર્લ્ડ કપમાં તેઓ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા હતા.

  • Follow us on: